ચેન્નઇ, એક મહત્વપૂર્ણ ચુકાદામાં, મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ કહ્યું હતું કે પત્ની તેના પતિએ પોતાના નામે ખરીદેલી મિલક્ત માટે સમાન હકદાર છે. આ એટલા માટે છે કારણ કે તેણે ઘરેલું કામ કરીને કૌટુંબિક સંપત્તિના નિર્માણ અને ખરીદીમાં આડક્તરી રીતે ફાળો આપ્યો છે. ન્યાયાધીશ કૃષ્ણન રામાસામીએ કહ્યું હતુ કે હાલમાં પત્નીના યોગદાનને માન્યતા આપતો કોઈ કાયદો નથી, પરંતુ કોર્ટ તેને સારી રીતે ઓળખી શકે છે.કાયદો પણ ન્યાયાધીશને પત્નીના યોગદાનને માન્યતા આપતા અટકાવતો નથી. કન્નિયન નાયડુ નામની વ્યક્તિએ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
જેમાં તેણે જણાવ્યું હતું કે તેની પત્ની મિલક્ત હડપ કરવા માંગે છે જે ખરીદવા માટે તેણે પત્નીને પૈસા મોકલ્યા હતા. કન્નિયને કોર્ટને કહ્યું હતું કે તે વિદેશમાં હોવાથી તે પોતાના નામે પ્રોપર્ટી ખરીદી શક્તો ન હતો, તેથી તેણે તેને તેની પત્નીના નામે ખરીદી હતી. આ કેસમાં કંસલાની પત્નીએ જણાવ્યું હતું કે તેણે તમામ મિલક્તો માટે સમાન હકદાર છે કારણ કે તેના પતિ વિદેશમાં હતા ત્યારે તેણે પરિવારની સંભાળ રાખી હતી. આ કારણે તે પોતે પણ કામ કરી શક્તી ન હતી. તેણે પતિની વિદેશ યાત્રા માટે પૈતૃક સંપત્તિ પણ વેચી દીધી હતી. તેણીના પતિની ગેરહાજરીમાં, તેણે દરજીકામ અને ટ્યુશન દ્વારા પૈસા કમાતા હતા. જો કે, નીચલી અદાલતોએ પતિના દાવાને સ્વીકારી લીધો અને તેને મિલક્તનો વાસ્તવિક માલિક ગણાવ્યો હતો.
આ નિર્ણયને હાઈકોર્ટે ફગાવી દીધો હતો કે પતિ-પત્ની બંને મિલક્તોના સમાન હકદાર છે. કોર્ટે કહ્યું કે પત્ની પતિની તમામ મિલક્તોમાંથી અડધી મિલક્ત માટે હકદાર છે, જે તેના નામે ખરીદવામાં આવી છે. પત્ની ગૃહિણી હોવાને કારણે અનેક કાર્યો કરે છે. જેમ કે મેનેજમેન્ટ સ્કીલ્સ સાથે પ્લાનિંગ, બજેટિંગ. રસોઈ કુશળતા સાથે રસોઇયા તરીકે – ખોરાક રાંધવો, મેનૂ ડિઝાઇન કરો અને રસોડું મેનેજ કરે છે. ઘરના ડોક્ટરની જેમ સ્વાસ્થ્યની કાળજી લે છે. સાવચેતી રાખે છે અને પરિવારના સભ્યોને ઘરે બનાવેલી દવાઓ આપે છે. ઘરના બજેટનું આયોજન, ખર્ચ અને નાણાંકીય કુશળતા ધરાવતા ગૃહ અર્થશાસ્ત્રીની જેમ બચત કરે છે.