કાલોલ,
કાલોલ તાલુકાના કાતોલગામનાં દેવપુરા ફળીયાના રહેવાસી નારણભાઈના મોટા પુત્ર એ અગમ્ય કારણો સહ ખેતરમાં જઈને ખેતરમાં આંબાના ઝાડ પર દુપટ્ટો બાંધીને ગણે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
કાલોલ તાલુકાના કાતોલગામનાં ગામના દેવપુરા ફળીયામાં રહેતા નારણભાઈ પુંજાભાઈ વણકર (ઉ.વ.૫૫) તેમનાં પરિવારજનો સાથે રહેતા હતા. તેમનાં બે પુત્ર અને એક પુત્રી એમ ત્રણ સંતાનો હતાં. જેમાં મોટો પુત્ર આશિષ (ઉ.વ.૨૯) પોતાની પત્ની અને બાળક સાથે રહેતા હતાં. ગુવારના રોજ આશિષ પોતાની પત્ની અને પરીવારજનો ને જણાવ્યા વગર કોઈ કારણોસર બો રોડ નજીક આવેલા ખેતરમાં આંબાના ઝાડ પર દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. નારણભાઈના ખેતરના સેડામાં પાડોશીએ આંબાના ઝાડ પર આપધાત કરેલ જોઈને તેનાં પરીવાર ને જાણ કરતાં પરીવારના સભ્યો તાત્કાલિક ખેતરમાં પહોંચી જોતાં તેમનાં ઘરનાં પરિવારજનો એક સભ્ય એ આપઘાત કરી લેતાં પોતાના પરીવાર થી વિખુટા પડી ગયાં હતાં. ઘર પરીવારે દુ:ખદ્દ ઘટનાની જાણ તેનાં પરીવાર દ્વારા કાલોલ પોલીસને જાણ કરતાં કાલોલ પોલીસ અને ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતાં. કાલોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.એમ.કે.માલવીયા તેમજ તેમની ટીમે પોલીસ પંચક્યાસ કરી વધુ કાર્યવાહી માટે રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાલોલ પોલીસ સ્ટેશનમાં તેના પરીવારના જણાવ્યા અનુસાર ફરીયાદ નોંધી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર : જયવીર સોલંકી