વિંઝોલ ખાતે ૧૩ માર્ચે મુખ્યમંત્રી કરશે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવરસિટી નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

ગોધરા,
આ પ્રસંગે આભાર માનતા એન.એસ.એસ કોર્ડિંનેટર ડો.નરસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, એન.એસ.એસ. ખડે પગે રહી સમગ્ર કાર્યક્રમની સફળતા માટે પ્રતિબધ્ધ છે અને યુનિ.ના નવીન બિલ્ડીંગ માટે સતત પ્રયત્નશીલ એવા કુલપતિની દીર્ઘદ્રષ્ટિ માટે અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી ગોવિંદ ગુરૂ યુનિ. કે જે પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર અને વડોદરાના ૦૫ જિલ્લામાં ફેલાયેલી છે અને અંદાજે ૯૦૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી રહી છે. તેના નવીન ભવનના ખાત મુહૂર્ત માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગોધરા નજીક વીંઝોલ ખાતે પધારનાર છે. ત્યારે આ પ્રસંગને યાદગાર બનાવવા યુનિ. એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ૫૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીના સ્વાગત માટે થનગની રહ્યા છે.

યુનિ. માટે પોતાનું મકાન બનતું હોય અને એમાંયે સોનામાં સુગંધ ભળે તેમ મુખ્યમંત્રી પધારવાના હોય ત્યારે યુનિ. એ પણ માઈક્રો લેવલે કામગીરી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજે વાઇસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહજી ચૌહાણ અને રજિસ્ટ્રાર ડો.અનિલભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યુનિ. ખાતે ઝીરો ડિફેક્ટ કાર્યક્રમ માટે એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ઓ સાથે તાબડતોડ મિટિંગ યોજાઈ ગઈ. જેમાં સંપૂર્ણ શિસ્ત, કાયદો અને વ્યવસ્થા માટે એન.એસ.એસ.ના સ્વયંસેવકોની ભૂમિકાની ચર્ચા કરાઈ હતી.