- પાલિકા મરણ દફતરમાં નોંધ થયેલ જીવિત મહિલા એ પાલિકામાં માહિતી અધિકાર હેઠળ પુરાવા માંગ્યા.
- જીવિત મહિલાના મરણ દાખલા બાદ હયાતિઅ ને જીવિત પુરવાર કરવાની લડાઈ શરૂ કરાઈ.
ગોધરા નગર પાલિકા વિસ્તારના ગીતા સોસાયટીમાં રહેલા મહિલા જીવિત છે અને વર્ષોથી આ સ્થળે રહે છે. તેવી જીવિત મહિલાના નામની ગોધરા નગર પાલિકાના જન્મ-મરણ વિભાગમાંથી મરણનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જીવિત મહિલાના મરણના પ્રમાણપત્ર આપવા બદલ મહિલા દ્વારા માહિતી અધિકારી અંતર્ગત મરણ માટે રજુ કરેલ આધાર પુરાવા માંગવામાં આવતાં ખડબડાટ વ્યાપ્યો છે.
ગોધરા શહેર પોલીસ ગ્રાઉન્ડ પાછળ ગીતા સોસાયટીમાં વર્ષોથી રહેતા હોય તેવા હિરાબેન ભુરાભાઈ બારીયા જે જીવિત અને હયાત છે. તેમ છતાં ગોધરા પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગ માંથી કોઈ વ્યકિત દ્વારા હિરાબેન ભુરાભાઈ બારીયાના ખોટા આધાર પુરાવા રજુ કરે છે અને જીવિત મહિલા હિરાબેન ભુરાભાઈ બારીયાને તા.૦૩/૦૮/૨૦૨૦ના રોજ મરણ ગયેલ હોવાનું મરણનું પ્રમાણપત્ર ઈશ્યુ કરવામાં આવેલ છે. જીવિત અને હયાત હિરાબેન બારીયાનું મરણ ગયેલ હોવાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. તેની જાણ હિરાબેન ભુરાભાઈ બારીયાને થતાં તેમના દ્વારા ગોધરા નગર પાલિકા જાહેર માહિતી અધિકારી ચીફ ઓફિસર પાસે જાહેર માહિતી અધિકાર ૨૦૦૫ અતર્ગત માહિતી માંગવામાં આવી છે કે, પાલિકા જન્મ-મરણ સબ રજીસ્ટારના મરણ રજીસ્ટરમાં નોંધાયેલ મરણ પ્રમાણપત્ર નંબર ૦૨૦૨૦૨૦૩૬૧૬૬૧ના ૧૮/૦૮/૨૦૨૦ના મરણના દાખલા માટે મરણ નોંધણી કરાવનારના નામ, સરનામા સાથે કરેલ અરજી ફોર્મ સાથે રજુ કરેલ પુરાવા માંગવામાં આવ્યા છે.
ગોધરા નગર પાલિકામાં સામાન્ય રીતે ભ્રષ્ટાચારની બુમો કાયમી રીતે ઉઠતી હોય છે. પરંતુ પાલિકાના જન્મ-મરણ ભ્રષ્ટાચાર વિભાગમાંંથી જીવિત મહિલાને મરણ ગયેલ દર્શાવીને મરણનું પ્રમાણપત્ર મેળવી લેવાના કિસ્સામાં હવે જીવિત મહિલાને પોતાની હયાતી અને જીવિત હોવા માટે લડાઈ લડવાનો વારો આવ્યો છે. ગોધરા નગર પાલિકા જન્મ-મરણ રજીસ્ટાર વિભાગમાં ગીતા સોસાયટીમાં રહેતા હિરાબેન ભુરાભાઈ બારીયાને તા.૦૩/૦૮/૨૦૨૦ના રોજ મરણ ગયેલ છે. તેવો દાખલો મેળવવા માટે કોઈ લાભ ધરાવતી વ્યકિત દ્વારા ખોટા આધાર પુરાવા એકઠા કરીને ગોધરા પાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગમાં રજુ કર્યા હતા અને જીવિત અને હયાત હિરાબેન ભુરાભાઈ બારીયાના નામ તા.૧૮/૦૮/૨૦૨૦ના રોજ મરણનો દાખલો આપવામાં આવ્યો છે. પાલિકા મરણ નોંધણી રજીસ્ટારમાં મરણની નોંધ સાથેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તે હિરાબેન ભુરાભાઈ બારીયા સરકારી ચોપડા ઉપર પેન્શનર છે અને નિયમો પ્રમાણે પેન્શન મેળવી રહ્યા છે. ત્યારે જીવિત મહિલના નામથી કોના મેળાપીપણામાં મરણનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તેની તપાસ થશે ખરી ? જીવિત મહિલાને પોતાની હયાતી પુરવાર કરવા આંટા ફેરા કરવા પડશે તે જોવાનું રહ્યું.