જૂનાગઢમાં સસરાએ વહુને પતાવી દીધી.! મૃતદેહને ચૂંદડી વડે પંખા સાથે લટકાવી દીધો, પોલીસ સામે પડી ભાગ્યો

જૂનાગઢ, જૂનાગઢના ભેંસાણના ચણાકા ગામે સસરાએ વહુની હત્યા કરતા ચકચાર મચી છે. આરોપી સસરાએ વહુને ગળેટુંપો દઈને હત્યા નીપજાવી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને ચૂંદડી વડે પંખા સાથે લટકાવી દીધો હતો. જોકે મૃતકના ભાઈને શંકા જતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શંકાના આધારે સસરાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ભેંસાણ તાલુકાના ચનાકા ગામે સસરા શંભુ ભાઈ ને પુત્રવધૂ રસીલાબેન બીજાના ખેતરમાં કામ કરવા જાય તે ન ગમતું હોય ગળે ટુંપો આપી હત્યા નીપજાવી હતી. રસીલાબેન બે પુત્રો છે જેમાંથી સુરત રહેતા પુત્રએ ફોન કરતાં માતાએ ફોન ઉપાડયો નહતો ત્યારે શંકા જતા મામાં ને કહ્યું હતું. મામાએ તરત જ બહેનના ઘરે જઈ તપાસ કર્યા રૂમ નું બારણું બંધ હતું.

રસીલાબેનના ભાઈ રમેશભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે આવી બારણું તોડી જોતા રસીલાબેનને ગળે ટુંપો ખાધો હતો. અને ચુંદડી ગળે બાંધેલ હતી જયારે બીજો છેડો પંખા સાથે બાંધેલ હતો. ભાઈને શંકા જતા પોલીસ ફરિયાદ કરી હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા સસરાની પૂછપરછ કરતા શંભુભાઈ પડી ભાંગ્યા હતા. શંભુભાઈએ કબૂલ્યું હતું કે રસિલાની હત્યા તેને જ કરી છે.

મૃતકના ભાઇએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેથી પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા જામનગર મોકલ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યું કે માથાના ભાગે બોથડ પદાર્થ અને ગળે ટુંપો આપી હત્યા કરી છે. આથી પોલીસે શંભુભાઈની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.