પાવાગઢ,
પાવાગઢ ખાતે આવેલ મહાકાલી માતાજીનું મંદિર ૫૧ શકિતપીઠ માંનું એક છે. દર વરસે લાખો માઇભકતો માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આર્શિવાદ મેળવે છે અને મનોકામના પુર્ણ કરે છે.
હાલમાં શ્રી કાલીકા માતાજીનું મંદિર તેમજ આસપાસના વિસ્તારનું ડેવલોપમેન્ટ નું કામ પુરજોશમાં ચાલું છે. હાલ માતાજીના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય આખરી તબકકામાં છે. આગામી ચૈત્રી નવરાત્રીમાં માતાજી ના ભક્તો ને કોઇ અગવડ ન પડે અને સુચારૂ રૂપ થી માઇ ભક્તો દર્શન કરી શકે તેના આગોતરા આયોજનના ભાગરૂપે મંદિર તા.૮-૩-૨૧ ના સોમવાર થી તા.૧૩-૦૩-૨૧ના શનિવાર સુધી છ દિવસ માટે માતાજીના દર્શન માઇ ભકતો માટે બંધ રહેશે. તા.૧૪-૦૩-૨૧ ને રવિવાર થી માતાજીના દર્શન રાબેતા મુજબ ખુલશે. તેની ભાવિક ભકતો સર્વે નોધ લેવી. મંદિરની વેબસાઇટ www.pawagadhtemple.in ઉપર માતાજીના લાઇવ દર્શન ચાલુ રહેશે.