દે.બારીયા, દે.બારીયા શહેર માંથી પસાર થતો માર્ગ અને મકાન વિભાગનો મુખ્ય રોડ જેનો ઉપયોગ પાવાગઢના દર્શન અર્થે જતા યાત્રાળુઓ આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરતા હોય છે. માતા કાલીકાના દર્શન માટે જતા પાવાગઢ જતા યાત્રાળુઓ માટે આવનારા દિવસોમાં એટલે જુલાઈ 2023ના મધ્યમાં પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જાય છે. તેવા સમયે દે.બારીયા શહેર માંથી પસાર થતો મુખ્ય માર્ગ ઉપર પાણીની મેઈન મોટી પાઈપ નાખવાના કારણે મસમોટા ખાડા થઈ ગયા છે અને તેના ઉપર ગયા શનિવારના રાત્રે વરસાદી પાણીએ પણ છ કલાકમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખાડામાં પાણી કે પછી પાણીમાં ખાડા છે. વાહન ચાલકો માટે આ રોડ ઉપરથી પસાર થવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે. આ પાઈપ લાઈન બિછાવનાર એજન્સીઓ કાર્ય કરાવનાર કોન્ટ્રાકટરે કોઈપણ જાતની પુરાણ કરવા માટે અને મસમોટા ખાડાનું પુરણ કરવા માટે તસ્દી લીધી નથી.
તો મસમોટા ખાડાઓનું પુરણ કરાશે કે પછી 60 અને 40નો ખેલખેલમાંં આમ જનતા પીસાતી રહેશે તેવુંં રંધાતું રહ્યું છે. આ માર્ગ ઉપરથી પવિત્ર શ્રાવણ માસ અગાઉ આ બિસ્માર થયેલા અથવા જે એજન્સીના દ્વારા કાર્ય કર્યો તેના દ્વારા આ માથાના દુ:ખાવા સમાન શ્રધ્ધાળુઓ માટે ના બની જાય તે પહેલા આ માર્ગનું સમારકાર્ય કરવા માટે તજવીજ હાથ કોણ ધરશે ? મા અને મ વિભાગ કે પછી નગર પાલિકાને જે તે એજન્સી તે આવનારો સમય બતાવશે.