અમદાવાદ, ચોમાસાના આગમનની ચાતક નજરે રાહ જોઈ રહી હતી, ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ૨૫ જૂન ૨૦૨૩ એટલે કે આજે મેઘરાજાનું વિધિવત આગમન થયાની જાહેરાત કરી છે. જોકે, છેલ્લા ૫ વર્ષમાં જોઈએ તો ચોમાસા પહેલા વાવાઝોડું આવતું હોય છે અને ચોમાસાની પેર્ટનને ખોરવી નાંખે છે. જેના કારણે ચાલુ વર્ષે પણ મોચા વાવાઝોડાના કારણે ૮ મેના કેરળ ચોમાસાનું આગમન થયું હતું. અને ત્યાર બાદ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ચોમાસની ગતિવિધિઓ સ્થિર થઇ ગઇ હતી.
બિપોરજોય વાવાઝોડું સમાપ્ત થયા બાદ ચોમાસાની ગતિવિધિઓ ફરી સક્રિય થઇ અને ગુજરાતમાં ૨૫ જૂને ચોમાસાનું આગમન થયું છે. બિપોરજોય વાવઝોડાને કારણે વરસાદ થયો હતો અને વાવણી કરી દીધી છે. હવે ચોમાસાનો વિધિવત વરસાદ શરૂ થયો છે, જે કૃષિ પાક માટે ફાયદાકારક રહેશે.
ચોમાસું બેસી ગયા બાદ વરસાદની સ્થિતિ કેવી રહે તે મહત્વનું હોય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, આગામી ૫ દિવસ ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે અને વિસ્તારમાં સારો વરસાદ થયો છે. આગામી ૫ દિવસ ગુજરાતના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમા સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ આવશે.
દેશના મોટાભાગના રાજ્યોમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે. મહારાષ્ટ્ર, કર્ણાટકા, તેલંગામા, મધ્યપ્રદેશ, ઉતર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ કાશ્મિર, લદાખમાં ચોમાસું બેસી ગયું છે. હવે ચોમાસાની લાઈન દક્ષિણ ગુજરાત પર આવી જતાં ચોમાસા વિધિવત બેસી ગયાની જાહેરાત કરી દીધી છે.
કેરળમાં ચોમાસું બેસે તે પહેલા બંગાળની ખાડીમાં મોચા વાવાઝોડું અને ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલા બિપોરજોય સર્જાયું હતું. જેના કારણે ચોમાસું મોડું આવ્યું. પરંતુ હવે ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ થાય તે મહત્વનું છે.