કાનપુરમાં બુલિયન વેપારીના ઘરમાં પાર્ક કરેલા વાહન મા ૧૨ કિલો સોનું મળી આવ્યું

કાનપુર, જ્યારે આવકવેરાની ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુલિયન વેપારીના ઘરમાં પાર્ક કરેલા વાહનની તપાસ કરી તો સીટ કવર ફાડીને ૧૨ કિલો સોનું મળી આવ્યું. કાર્યવાહીમાં મળેલા દસ્તાવેજો અનુસાર, એક બિઝનેસમેને તેના ડ્રાઈવર પાસેથી ૨૦૦ કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું હોવાનું પણ સામે આવ્યુ હતું. અત્યાર સુધીમાં ઉદ્યોગપતિઓના ૫૫ સ્થાનો પર ચાલી રહેલા દરોડામાં IT વિભાગને ૮ કરોડ રોકડા, ૭૦ કિલો સોનું-ચાંદી અને ૧૫૦૦ કરોડના નકલી વ્યવહારો મળી આવ્યા છે.દેશભરમાં બુલિયન બિઝનેસમેન અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકોના ૫૫ સ્થળો પર આવકવેરાના દરોડા સતત ત્રીજા દિવસે પણ ચાલુ છે. આ કાર્યવાહી હજુ ૨-૩ દિવસ સુધી ચાલી શકે છે. માહિતી અનુસાર અત્યાર સુધીમાં ૮ કરોડ રોકડા અને ૭૦ કિલો સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે. આ સાથે ૧૫૦૦ કરોડના નકલી બિલ પણ ઈન્ક્મ ટેક્સના હાથમાં આવ્યા છે. શનિવારે બપોરે, જ્યારે ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં બુલિયન વેપારીના ઘરે પાર્ક કરેલી કારની તપાસ કરી ત્યારે સીટ કવર ફાડીને ૧૨ કિલો સોનું મળી આવ્યું હતું.

ચોંકાવનારી વાત એ છે કે જે લોકોના નામે બુલિયન ટ્રેડર્સ નકલી વેલા કાપીને કાળા નાણાને સફેદમાં ફેરવતા હતા તેમાંથી એક ડ્રાઈવર પણ છે. ડ્રાઈવરના નામે ૨૦૦ કરોડની જ્વેલરી ખરીદવામાં આવી હતી. એટલું જ નહીં, ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા દરોડામાં એ વાત સામે આવી છે કે રાધામોહન પુરૂષોત્તમ દાસ જ્વેલર્સે નકલી કંપનીને ૭૦૦ કરોડનો માલ વેચી બતાવ્યો હતો. એ જ રીતે હજારો કરોડો રૂપિયાનું લોન્ડરિંગ અને રિયલ એસ્ટેટમાં વપરાશ કરવામાં આવી રહ્યો છે.

માહિતી અનુસાર બુલિયન ટ્રેડર્સે એવા કેટલાક લોકોના નામે સોનું ખરીદ્યું હતું જેમની સોનું ખરીદવાની ક્ષમતા નથી. હકીક્તમાં, આવકવેરા અધિકારીઓને જાણવા મળ્યું છે કે દેશમાં સોનાની ગેરકાયદેસર દાણચોરી થઈ રહી છે જે બુલિયન વેપારીઓ દ્વારા ખરીદવામાં આવ્યું છે. આ વેપારીઓ અન્ય લોકોના પાન કાર્ડ અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને ઓછા દરે સોનું ખરીદતા હતા. આવા ઘણા લોકો આવકવેરા વિભાગના સંપર્કમાં આવ્યા છે જેમના નામે આ ખરીદી કરવામાં આવી રહી હતી અને તેઓને તેની જાણ પણ ન હતી. આ કામ માટે અન્ય કેટલાક લોકોને પૈસા આપવામાં આવતા હતા.

દરોડામાં આવા કેટલાક પુરાવા મળ્યા છે, જે મુજબ આ વેપારીઓ કૃત્રિમ રીતે નુક્સાન અને નફાના આંકડા સાથે છેડછાડ કરીને ટેક્સ ચોરી કરતા હતાઆવકવેરા અધિકારીઓને રિતુ હાઉસિંગના પ્રમોટર સંજીવ ઝુનઝુનવાલાના ઘરેથી એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે, જેમાં તેની જમીન અને લેવડ-દેવડની તમામ વિગતો અને તે લોકોના નામ છે જેમની સાથે તેણે આ રીતે વેપાર કર્યો હતો.ઈન્ક્મટેક્સ અધિકારીઓની વાત માનીએ તો આ દરોડામાં કેટલાક મોટા નામો સામે આવ્યા છે, જેના પર આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી પૂર્ણ થયા પછી, વિગતવાર અહેવાલ તૈયાર કરવામાં આવશે અને અન્ય એજન્સીઓ સાથે પણ શેર કરવામાં આવશે.