ખેડા, હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ખેડાના માતરમાં સવારે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જેના કારણે માતરમાં બે ઘરની દીવાલ ધરાશાઇ થઇ છે. આ દીવાલ ધરાસાઇ થતા બે પશુઓના દટાઇ જતા મોત થયા છે. નોંધનીય છે કે, ખેડામાં ગઇકાલથી વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ માતરમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડાના માતરમાં ભારે વરસાદ થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઇ ગયું છે. જ્યારે એક કાચા મકાનની દીવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. જેમા બે પશુઓના કરૂણ મોત નીપજ્યા છે. દીવાલ ધરાશાઇ થઇ તે સમયે અહીં કોઇ માણસ હતુ નહીં જેથી માણસના જાનહાનીના સમાચાર મળ્યા નથી. તો બીજી બાજુ ગામજનોએ અન્ય પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
ખેડામાં ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ જોઇએ તો ખેડા – ૧૮ મી.મી,ગળતેશ્ર્વર – ૨૭ મી.મી.,ઠાસરા – ૪૬ મી.મી,નડિયાદ – ૫૫ મી.મી,મહુધા – ૧૨ મી.મી,મહેમદાવાદ – ૪૫ મી.મી,માતર – ૯૦ મી.મી અને વસો – ૨૫ મી.મી
આવતી કાલે ૨૬મીએ વરસાદની આગાહીની વાત કરીએ તો, અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગરહવેલી વરસાદ પડી શકે છે. બીજી બાજુ, ૨૭મીએ દમણ અને દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે.
મહેમદાબાદ રેલવે સ્ટેશન પર નડીયાદથી અમદાવાદ જતા પ્રથમ ક્રોસિંગ પાસે આ દુર્ઘટના બની હતી. બ્રિજથી થોડેક દૂર માલગાડી નં.૩૧૪૧૫ લોકો પાયલોટ આનંદ સોનકર આ માલગાડીને નડિયાદ તરફથી અમદાવાદ તરફ લઈ જતા હતા. જેનું સ્ટોપેજ મહેમદાવાદ રેલવે સ્ટેશન લૂપ લાઈન પ્લેટફોર્મ નંબર ૪ પર રાખવાનું હતુ. પરંતુ ૩૫ મીટર જેટલા અંતરમા માલગાડીના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતા માલ ગાડીના પૈડા છૂટા પડી ગયા હતા. આ છૂટા પડેલા પાટા પ્લેટફોર્મને ઘસાતા પ્લેટફોર્મની દીવાલો પણ તૂટી ગઇ હતી.