સુરત, શહેરમાં સ્મીમેર હોસ્પિટલમાં ચોરાયેલા બાળકનો ગણતરીની કલાકોમાં કેસ ઉકેલ્યો છે. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યો છે. ૩ વર્ષના બાળકને ઉપાડીને મહિલા ફરાર થઈ હતી. વરાછા પોલીસે CCTV ફૂટેજના આધારે ગણતરીના સમયગાળામાં મહિલાને ઝડપી પાડી છે. પ્રસૂતિ વોર્ડમાં માતાના બેડ નજીક રમી રહેલા સાડા ત્રણ વર્ષીય બાળકને ઉપાડી મહિલા ફરાર થઈ હતી.
સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી ૩ વર્ષના બાળકની ચોરી થઇ હતી. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યો છે. સ્મીમેરના વોર્ડમાં રમતા સાડા ત્રણ વર્ષના બાળકને ઉપાડી અજાણી મહિલા ફરાર થઇ ગઇ હતી. પ્રસૂતિ માટે દાખલ થયેલી માતાના બેડ નજીક રમી રહેલા બાળકને ઉપાડી મહિલા નાસી ગઇ હતી. પુત્રના જન્મની ખુશી વચ્ચે મોટો પુત્ર ચોરાતા પરિવાર ચિંતાતુર બન્યો હતો.
આ ઘટના સ્મીમેર હોસ્પિટલના પહેલા માળે આવેલા પ્રસૂતી વોર્ડની છે. શનિવારે સાંજે માતાના બેડ નજીક રમી રહેલા સાડા ત્રણ વર્ષીય બાળકને ઉપાડી ગઇ હોવાની ઘટના બની હતી. અજાણી મહિલા બાળકને સાડીના પલ્લુમાં સંતાડી ફરાર થઈ ગઇ હતી. ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે વરાછા પોલીસ કાફલો સ્મીમેર હોસ્પિટલે દોડી આવ્યો હતો.
મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢનો વતની શિવશંકર ગૌડ પરિવાર સાથે ક્તારગામ સ્થિત ગજેરા સર્કલ નજીક આવેલા જનતાનગરમાં રહે છે. એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરતા શિવશંકરની પત્ની ગોમતીદેવીને શુક્રવારે પ્રસુતિ પીડા ઉપડતા સ્મીમેરમાં ખસેડાઈ હતી. જ્યાં તેમણે પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મની ખુશી વચ્ચે શિવશંકરનો સાડા ત્રણ વર્ષનો પુત્ર અગ્ન, તેની ભાભી પુષ્પાદેવી સહિતના પરિવારજનો શનિવારે પહેલા માળે પ્રસૂતી વોર્ડમાં દાખલ ગોમતીદેવીને મળવા આવ્યા હતા. ત્યાર બાદ સાંજના ચારેક વાગે અગ્ન માતા ગોમતીદેવીના બેડ પાસે રમી રહ્યો હતો. જ્યારે પુષ્પાદેવી પુત્રને બાથરૂમમાં લઈને ગયા હતા. આ દરમિયાન એક અજાણી મહિલા વોર્ડમાં રમી રહેલા અગ્ન પાસે આવી હતી અને તેને ખોળામાં ઉપાડી સાડીના પલ્લુમાં સંતાડી વોર્ડની બહાર નીકળી ગઈ હતી.
થોડા સમય પછી ગોમતીદેવી વોર્ડમાં પરત ફરતા અને અગ્ન નહીં દેખાતા શોધખોળ કરી હતી. પરંતુ તેની કોઈ ભાળ નહીં મળતા સીસીટીવી કેમેરા ચેક કરાયા હતા. જેમાં એક અજાણી મહિલા અગ્નને ઉપાડીને જતી દેખાઈ હતી. પોલીસે ફૂટેજ કલેક્ટ કરી અલગ-અલગ ટીમો બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી હતી. વરાછા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના સમયગાળામાં મહિલાને ઝડપી પાડી છે.