લીમખેડા વડેલાની પરણિત યુવતિને લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતાં ફરિયાદ

દાહોદ, સાબરકાંઠા જીલ્લાના સગાપુર ગામના ખાનગી નોકરી કરતા સીવીલ એન્જીનીયરે લીમખેડાના વડેલા ગામની 20 વર્ષીય પરણિત યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી તેના એક સાગરીતની મદદથી પત્ની તરીકે રાખવા માટે ધાકધમકી આપી તેનું અપહરણ કરી અમદાવાદ લઈ જઈ તેણીની સાથે અવાર નવાર જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યાનું જાણવા મળ્યું છે.

સાબરકાંઠા જીલ્લાના તલોદ તાલુકાના સગાપુર ગામના રહેવાસી સંજયભાઈ ગાંડાભાઈ ચમાર(પટેલ)એ તા.1-1-2023 થાી તા.21-6-2023 સુધીના સમયગાળા દરમ્યાન લીમખેડાના વડેલા ગામના તળાવ ફળિયામાં રહેતી 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સંજયભાઈ ચમારે તેના સંજય નામના મિત્રની મદદથી તે યુવતીનું પત્ની તરીકે રાખવા માટે ધાકધમકીઓ આપી અપહરણ કરી અમદાવાદ લઈ ગયો હતો અને અમદાવાદમાં તેણીની સાથે અવાર નવાર જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું.

આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે લીમખેડા પોલીસે સાંબરકાઠા જીલ્લાના સગાપુર ગામના સંજયભાઈ ગાંડાભાઈ ચમાર(પટેલ) તથા તેના મિત્ર સંજય વિરૂધ્ધ ઈપિકો કલમ 366, 376(2), એન. 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.