પંચમહાલ જીલ્લો ભાજપમય નો રિપીટ થિયરી હેઠળ જીલ્લા પંચાયતના તમામ ઉમેદવારો વિજેતા : તાલુકામાં સત્તા પૂન: સ્થાપિત

  • પંચમહાલ જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા.
  • તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી.
  • જિલ્લા પંચાયત માં કોંગ્રેસ અને અન્ય પક્ષો ખાતું ખોલાવવા માં પણ રહ્યા નિષ્ફળ.
  • તાલુકા પંચાયત ની ૧૭૮ બેઠકો પૈકી ભાજપે ૧૬૯ બેઠકો પર પરચમ લહેરાવ્યો.
  • તાલુકા પંચાયત માં માત્ર ૪ બેઠકો કોંગ્રેસ ના ફાળે જ્યારે ૫ બેઠકો અપક્ષો ના ફાળે.

ગોધરા,
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં થયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા- શહેરા નગરપાલિકા માટે આજે કુલ ૯ સ્થળોએ ઉત્સાહભેર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની તમામ ૩૮ બેઠકો પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા.

જાહેર થયેલા પરિણામ બાદ પંચમહાલ જિલ્લા પંચાયત માં કોંગ્રેસ અને અન્ય પક્ષો ખાતું ખોલાવવા માં નિષ્ફળ રહ્યાં હતાં. તાલુકા પંચાયત ની ૧૭૮ બેઠકો પૈકી ભાજપે ૧૬૯ બેઠકો પર પરચમ લહેરાવ્યો હતો. તાલુકા પંચાયત માં માત્ર ૪ બેઠકો કોંગ્રેસ ના ફાળે જ્યારે ૫ બેઠકો અપક્ષો ના ફાળે ગઇ છે. પંચમહાલ જીલ્લા પંચાયતમાં ભાજપાએ પ્રથમવાર નો રિપીટ થિયરી અપનાવીને તમામે તમામ ૩૮ બેઠકો ઉપર નવા મુરતિયાઓને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા અને આ ચહેરા વિજેતા બનતા ભાજપાનો દાવ સફળ નિવડ્યો હતો. અને ગત વખતી કોંગ્રેસની બેઠકો પણ આંચકી લીધી હતી. ભાજપાનો સ્ટ્રીમ રોલર ફરી વળતાં ભાજપાએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. તેવી રીતે ૭ તાલુકામાં ભાજપાએ પૂન: સત્તાના સૂકાન સંભાળ્યા છે.

તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી મતગણતરીના પરિણામોમાં શહેરા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો પૈકી ૨૦ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી જ્યારે ૪ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. જિલ્લા પંચાયતની જિલ્લામાં આવેલી ગોધરા તાલુકામાં આવેલી ૯, કાલોલ તાલુકામાં આવેલી ૦૫, હાલોલ તાલુકામાં આવેલી ૦૫, ઘોઘંબા તાલુકામાં આવેલી ૦૬, જાંબુઘોડામાં આવેલી ૦૧, શહેરા તાલુકામાં આવેલી ૦૭ અને મોરવા હડફ તાલુકામાં આવેલી ૦૫ એમ તમામ ૩૮ બેઠકો પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ પૈકીની અણિયાદ, દલવાડા, નાંદરવા અને કાનપુરની બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. આ સાથે જ હાથ ધરાયેલ તાલુકા પંચાયતના પરિણામ જોઈએ તો વિવિધ તાલુકા પંચાયતની કુલ ૧૭૮ પૈકી ૧૬૮ બેઠકો પર ભાજપ, ૦૬ બેઠકો લર અપક્ષ અને ૦૪ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર વિજયી બન્યા હતા. ભાજપે ગોધરા તાલુકા પંચાયતની ૩૪ બેઠકો પૈકી ૩૩, કાલોલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ૨૨, હાલોલ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૩, ઘોઘંબા પંચાયતની ૨૬ પૈકી ૨૫, જાબુંઘોડાની તમામ ૧૬ બેઠકો, શહેરા તાલુકા પંચાયતની ૩૦ પૈકીની ૨૮ બેઠકો અને મોરવા હડફ તાલુકા પંચાયતની ૨૪ પૈકીની ૨૧ બેઠકો ભાજપે જીતી હતી, જ્યારે ગોધરા તાલુકા પંચાયતની પોપટપુરા, હાલોલની શિવરાજપુર, શહેરાની વાડી અને મોરવા હડફની સુલીયાત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. ઘોઘમ્બા તાલુકા પંચાયતની બાકરોલ, શહેરાની મંગલિયાણા, કાલોલ તાલુકા પંચાયતની પલાસા અને વેજલપુર, મોરવા હડફની કુવાઝર અને વનેડા બેઠકો અન્ય ઉમેદવારોના ફાળે ગઈ હતી.

પંચમહાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિજય બેઠકો

ગોધરા તાલુકો
તાલુકા પંચાયત ૩૪ બેઠકો
ભાજપ ૩૩
કોંગ્રેસ. ૦૧
અપક્ષ. ૦૦
જિલ્લા પંચાયત ૦૯ બેઠકો ભાજપ વિજયી

કાલોલ તાલુકો
તાલુકા પંચાયત ૨૪ બેઠકો (૨ બિનહરીફ)
ભાજપ ૨૨
કોંગ્રેસ ૦૦
અપક્ષ ૦૨
જિલ્લા પંચાયત કુલ ૫ બેઠકો ભાજપ વિજયી

હાલોલ તાલુકો
તાલુકા પંચાયત ૨૪ બેઠકો (૧ બિન હરીફ)
ભાજપ ૨૩
કોંગ્રેસ ૦૧
અપક્ષ ૦૦
જિલ્લા પંચાયત ૦૫ બેઠકો પર ભાજપ વિજયી

ઘોઘંબા તાલુકો
તાલુકા પંચાયત ૨૬ (૧ બીન હરીફ)
ભાજપ ૨૫
કોંગ્રેસ. ૦૦
અપક્ષ. ૦૧
જિલ્લા પંચાયત ૦૬ બેઠકો પર ભાજપ વિજયી

જાંબુઘોડા તાલુકો
તાલુકા પંચાયત ૧૬ બેઠકો
ભાજપ ૧૬
કોંગ્રેસ. ૦૦
અપક્ષ. ૦૦
જિલ્લા પંચાયત ની ૦૧ બેઠક પર ભાજપ વિજયી

શહેરા તાલુકો
તાલુકા પંચાયત ૩૦ બેઠકો (૧૬ બિનહરીફ)
ભાજપ ૨૯
કોંગ્રેસ. ૦૧
અપક્ષ ૦૦
જિલ્લા પંચાયત ની ૦૭ બેઠકો પર ભાજપ વિજયી

મોરવા હડફ તાલુકો
તાલુકા પંચાયત ૨૪ બેઠકો
ભાજપ ૨૧
કોંગ્રેસ ૦૧
અપક્ષ ૦૨
જિલ્લા પંચાયત ૦૫ બેઠકો પર ભાજપ વિજયી