- સરદાર વલ્લભ ભાઈ પટેલ મેમોરિયલ ઓડિટોરિયમ કરમસદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષાની રાજ્યની વિસ્તૃત કારોબારી મળી હતી.
ગોધરા, જેમાં પ્રદેશના અધ્યક્ષ ભારતભાઈ રાવલ, મુખ્ય સંગઠક અશ્ર્વિનભાઈ ત્રિવેદી, ડામરાજી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાત પ્રભારી અશિતભાઈ ભટ્ટ સાથે સમગ્ર ગુજરાતના જીલ્લાના વિવિધ પદાધિકારી ો ઉપસ્થિત રહ્યાં હતા.
જેમાં અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટ એ હિંદુ સમાજ અને બ્રહ્મ સમાજની વિવિધ અને અવિરત સેવા જેવીકે વિશ્ર્વ હિંદુ પરિષદના જીલ્લા ઉપાધ્યક્ષ, જીલ્લા મહામંત્રી, હિંદુ રક્ષા મંચના પ્રદેશ અધ્યક્ષ, શેરી ગરબા સંવર્ધન સમિતિના અધ્યક્ષ તરીકે, એક ગોધરા શ્રેષ્ઠ ગૌ ધરાના અધ્યક્ષ તરીકે તેમજ ભાજપની વિવિધ જવાબદારી સફળતા પૂર્વક નિભાવી તે બદલ તેમનું વિશિષ્ટ રીતે પરશુ, ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આમ પંચમગળ જીલ્લાને વિશિષ્ઠ ગૌરવ રાજ્ય કક્ષાનું પ્રાપ્ત થયું હતું.
આશિતભાઈને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આ મારૂં નહિ સમગ્ર પંચમહાલ જીલ્લાનું ગૌરવ છે, સન્માન છે. આ આશિત ભટ્ટ નું નહિ તેમણે કરેલ કર્યોને સન્માનવામાં આવ્યું છે. સમાજ માટે હું સતત કામ કરતો રહીશ તેમ જણાવ્યું હતું.