ગોધરા, ગોધરા તાલુકાના વાવડી ખુર્દ નવી વસાહત 24 જુનના રોજ ધર આગળ બાંધેલ ભેંસો ઉપર આકાશી વિજળી પડતા મરણ જતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના વાવડી ખુર્દ નવી વસાહતમાં રહેતા રમણભાઈ સવજીભાઈ વાગડીયાના ધર આગળ બે ભેંસો બાંધેલ હતી. 24 જુનના રોજ વરસેલ વરસાદમાં આકાશી વિજળી ત્રાટકીને ભેંંસો ઉપર પડતા બન્ને ભેંસના મોત થતાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.