અમદાવાદમાં ફરી જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ : સ્કૂટર પર કર્યા ભયંકર સ્ટંટ.

  • અમદાવાદમાં ફરી જોખમી સ્ટંટ
  • જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ
  • સ્ટંટ કરનારા નબીરાની ધરપકડ થશે?

રોડ પર ખતરનાક સ્ટંટ કરવો જીવલેણ બની શકે છે, તેની ખબર હોવા છતાં પણ યુવાનો અટકતા નથી અને અવારનવાર રોડ પર સ્ટંટની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યાર અમદાવાદથી ફરી જોખમી સ્ટંટનો વીડિયો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મોપેડ પર બે યુવકો જોખમી સ્ટંટ કરી રહ્યા છે. જોખમી સ્ટંટ કરનારા યુવકોની ધરપકડ ક્યારે થશે તે મોટો સવાલ છે.

અમદાવાદના સિંધુ ભવન રોડ પર અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે ફરી સિંધુ ભવન રોડ પરનો મોપેડ સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે યુવકો મોપેડ પર જોખમી સ્ટંટ કરીને પોતાનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સ્ટંટ કરનારા યુવકોએ મોપેડની નંબરપ્લેટ સાથે પણ છેડછાડ કરી છે. તેઓ પકડાય નહી તે માટે મોપેડની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવામાં આવી છે. અતિ વ્યસ્ત અને હાઇપ્રોફાઈલ રોડ પર યુવાનો આવા જોખમી સ્ટંટ કરીને પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.  આપને જણાવી દઈએ કે, આ પહેલા સિંધુભવન રોડ પર સ્ટંટના અનેક વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે.