અમરેલી, ધારી તાલુકાનાં ડમી કેરાળા ગામે ગઈકાલે સાંજના સમયે પુત્રએ રીક્ષા ભટકાવી અગાઉ ખુન કરેલ હોય તે વાતનું મનદુખ રાખી ખૂન કા બદલા ખૂન મુજબ તેજ ગામે રહેતાં ૩ જેટલા શખ્સોએ લોખંડના ખરખીયા વડે અગાઉ ખૂન કરનારના વિના ઉપર તુટી પડતાં તેનું ઢીમ ઢાળી દીધું હતું. જયારે તેમને બચાવવા ગયેલ ભત્રીજા ઉપર પણ આ ત્રણેય શખ્સોએ હુમલો કરી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાય છે.
આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના કેરાળા ડમી ગામે રહેતા તેજાભાઈ રામભાઈ સાગઠીયાના દિકરા લવજીભાઈએ અગાઉ તેજ ગામે રહેતા દલસુખભાઈ તેજાભાઈ રાઠોડના દિકરાનું ભાર રીક્ષા ભટકાવી અકસ્માત કરી ખૂન કરેલ હોય જે અંગે પોલીસમાં અગાઉ ફરિયાદ પણ નોંધાવી હતી.
તેજાભાઈ રામભાઈ સાગઠીયાને માથાના ભાગે તથા ગાલ તથા પગ ઉપર ગંભીર ઈજા કરી તેજાભાઈ સાગઠીયાનું મોત નિપજેલ હતું. આ સમયે આ બનાવના ફરીયાદી તથા મૃતક તેજાભાઈ સાગઠીયાનાં ભત્રીજા, ભરતભાઈ પ્રવિણભાઈ, સાગઠીયા, નામના યુવક માંથી પસાર થતાં હતી. ત્યારે તેમનાં મોટા બાપુજીને વગાવવા જતા આ ત્રણેય આરોપીઓએ તેમનાં ઘા પણ હુમલો કરી ઈજા કર્યાની ફરિયાદ ચલાલા પોલીસમાં નોંધાય છે. ત્યારે મોળા જેવડા ગામમાં હત્યાનાં બનાવને જયારે ચકચાર મચી જવા પામી છે.