ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ૩૫ તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

ગાંધીનગર, બિપરજોય વાવાઝોડાના કારણે ચોમાસું વહેલા શરુ થયું હોય એમ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ પડ્યો હતો. જોકે, વાવાઝોડું ગયા બાદ વરસાદ પણ શાંત પડી ગયો હતો. અને થોડા દિવસના વિરામ બાદ હવે ફરીથી વરસાદ પડવાનું શરુ થયું છે.મધ્યગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સવારથી ૩૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ગોધરામાં બે કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતવરણ છવાયું હતું, વાતાવરણમાં આવેલા પલટાને કારણે ડાંગમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું, સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો હતો, ધીમીધારે હળવો વરસાદ પડ્યો હતો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, આગહીને પગલે ડાંગના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા. દેવગઢ બારીયામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.અને વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયુ છે.વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે..વરસાદ વરસતા શહેરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.ત્યારે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી છે..ઉનાળા સમયથી ખાલી પડેલી નદીઓમાં નવા નિરનું આગમન થયુ છે..પાનમ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મલી રહ્યો છે..ત્યારે શહેરમાં વધુ વરસાદના કારણે મામલતદાર ઓફિસનો કોટ ધરાશાય શયો છે.

આણંદના સોજીત્રામાં ધીમીધારે વરસાદનું આગમન થયું હતું, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, આગહીને પગલે સોજીત્રા પંથકમા સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો, વરસાદી માહોલ વચ્ચે સોજીત્રાના રૂણજ, પલોલ ગામોમાં વરસાદ ખાબક્યો હતો, તમામ ગામોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. આણંદ, બાકરોલ, ચિખોદરામાં વરસાદ ખાબક્યો હતો, ગામડી, વઘાસી સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, બે તાલુકામાં ૧ ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો.

ખેડામાં વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું હતું, યાત્રાધામ ડાકોરમાં વરસાદ ખાબક્યો હતો, વરસાદ પડતા રોડ રસ્તાઓ પાણી પાણી થયા હતા, મંદિરના મુખ્ય દરવાજા બહાર પણ વરસાદી પાણી ભરાયા હતા, વરસાદનું આગમન થતાં નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.

ગોધરામાં ધોધમાર વરસાદનું આગમન થયું હતું, વરસાદનું આગમન થતાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતા, નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વાહનો પણ પાણીમાં ગરકાવ થયા હતા, ગોન્દ્રા પીઠા મોહલ્લામાં ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા.