ઉત્તર પ્રદેશમાં હવે વિદ્યાર્થીઓ શીખશે મંગલ પાંડે, બિરસા મુંડા, વીર સાવરકરનું જીવન ચરિત્ર

લખનૌ, ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ ૯ થી ૧૨ના અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. હવે વિદ્યાર્થીઓ રામકૃષ્ણ પરમહંસ, મંગલ પાંડે, બિરસા મુંડા, સાવરકર સહિત કુલ ૫૦ મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચશે. નવા અભ્યાસક્રમનો અમલ શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી કરવામાં આવશે. નવો અભ્યાસક્રમ યુપી બોર્ડ સાથે સંબંધિત તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં લાગુ થશે.

જણાવી દઈએ કે, ભાજપે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં શૈક્ષણિક અભ્યાસક્રમમાં મહાપુરુષોને સામેલ કરવાનું વચન આપ્યું હતું. આ મહાપુરુષોના જીવન ચરિત્રને ધોરણ ૯થી ૧૨ સુધીના નૈતિક, રમતગમત અને શારીરિક શિક્ષણના વિષયમાં સામેલ કરવામાં આવ્યા છે. પરીક્ષામાં આ વિષયોમાં તેને વાંચવું અને પાસ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બોર્ડે મહાપુરુષોને અભ્યાસક્રમમાં સામેલ કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરી હતી, ત્યારબાદ તેને અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવી છે.

વીર કુંવર સિંહ, ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગર, ગૌતમ બુદ્ધ, ચંદ્રશેખર આઝાદ, બિરસા મુંડા, છત્રપતિ શિવાજી, વિનાયક દામોદર સાવરકર, બેગમ હઝરત મહેલ, શ્રીનિવાસ રામાનુજન, જ્યોતિબા ફૂલે, વિનોબા ભાવે અને જગદીશ ચંદ્રના જીવન પર યુપી બોર્ડના ધોરણ ૯ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે.

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડ ૧૦માના વિદ્યાર્થીઓ હવે મંગલ પાંડે, ઠાકુર રોશન સિંહ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુખદેવ, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ અને ખુદી રામ બોઝના જીવન ચરિત્ર ભણશે.

૧૧ના વિદ્યાર્થીઓ રાજા રામ મોહન રોય, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ, મહાબીર જૈન, નાના સાહેબ, ડૉ.હોમી જહાંગીર ભાભા, રામ પ્રસાદ બિસ્મલ, શહીદ-એ-આઝમ ભગત સિંહ, પંડીત દીન દયાલ ઉપાયાય, ડૉ. ભીમરાવ આંબેડકર વાંચશે. અરવિંદ ઘોષ, મહામના મદન મોહન માલવીય અને મહષ પતંજલિની જીવનકથા.

તેમજ ૧૨માના વિદ્યાર્થીઓ રામકૃષ્ણ પરમહંસ, રવીન્દ્રનાથ ટાગોર, અમર શહીદ ગણેશ શંકર વિદ્યાર્થી, લાલ બહાદુર શાસ્ત્રી , રાજગુરુ, રાણી લક્ષ્મી બાઈ, બંકિમ ચંદ્ર ચેટર્જી, મહારાણા પ્રતાપ, ગુરુ નાનક દેવ, આદિ શંકરાચાર્ય, ડૉ. એ.પી.જે અબ્દુલ અરભા કલામ, ડૉ. સીવી રામન અને રામાનુજાચાર્ય દ્વારા જીવન વિશે ભણશે.