વડોદરા, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાંને અટકાવવા માટે કોર્પોરેશનની ટીમ એક્શનમાં આવી છે. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આ મામલે કામગીરી હાથ ધરવામાં આવી છે અને મેડિકલ સ્ટોર પર ફૂડ શાખા દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. આ સાથે જ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા નકલી પનીરની ફરિયાદ લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ૪ દિવસથી જુદા-જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને પનીરના ૨૬ નમૂના લેવામાં આવ્યા છે.
મેડિકલ સ્ટોર પર ફૂડ શાખા દ્વારા તવાઇ બોલાવવામાં આવી છે. વડોદરામાં ફૂડ સેફ્ટી ઓફિસરોની કામગીરી સામે આવી છે. આ દરમિયાન લીફર ટેબલેટના કુલ ૨ નમૂના લેવાયા છે. રાવપુરાના નાગરાજ મેડિકલમાંથી નમૂના લેવાયા છે. મલ્ટી વિટામીનની ટેબ્લેટમાં ભેળસેળની આશંકાને પગલે નમૂના લેવાયા છે. મિથાઈલ કોબાઇલનું સપ્લિમેન્ટ ઉમેરતા હોવાની આશંકા છે, ત્યારે આરોગ્ય વિભાગે નમૂનાને લેબ ખાતે તપાસ માટે મોકલાયા છે.
વડોદરા કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. નકલી પનીરની ફરિયાદ લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ૪ દિવસથી જુદા-જુદા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પનીરના ૨૬ નમૂના લેવામાં આવ્યા છે. ૨૬ નમૂના ફતેગંજ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલાયા છે. જુદી-જુદી ટીમો બનાવી ૧૯થી ૨૨ જૂન સુધી ચેકિંગ કામગીરી કરાઈ હતી. ફતેગંજ, નીઝામપુરા, કલાલી, અટલાદરા ઓપી રોડ સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૨ ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, ૫૯ રેસ્ટોરન્ટ, ૧૫ ડેરી યુનિટમાં તપાસ કરવામાં આવી હતી.