દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા સહિત ઉપરવાસમાં વધુ વરસાદના કારણે પાનમ નદી બે કાંઠે વહેતા રામા તેમજ દહીકોટ ગામની વચ્ચે વહેતી પાનમ નદીના પટમાં રેતી ભરવા ગયેલી ટ્રક નદીમાં ફસાતા ટ્રકની અંદર રહેલ ઇસમ પાણીના વહેણમાં ફસાયો બચાવ કામગીરી અર્થે ગ્રામજનોએ પંચમહાલ તેમજ દેવગઢબારિયા ટીમને જાણ કરતા બંને ટીમ ઘટના સ્થળે બંને ટીમ જાણે નજારો જોવા આવી હોય તેમ જોવાયું કલાકોનો 12 કલાકથી વધુ નો સમય થવા છતાં પણ રેસ્ક્યુ ટીમ દ્વારા ઈસમને બહાર કાઢવામાં નિષ્ફળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની પોલ ખુલ્લી હોય તેમ.
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકા માં વહેલી સવારે વાતાવરણમાં એકા એક પલટો આવતા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા નગર સહિત તાલુકા મા જાણે નદી નાળા છલકાયા હોય તેમ જ્યારે ઉપરવાસમાં પણ વધુ વરસાદના કારણે પાનમ નદી બે કાંઠે વહેવા લાગતા પાનમ નદીના પટમાં અનેક ટ્રકો સહિતના રેતી ભરતા વાહનો તણાયા હોવાનો બનાવ બનવા પામ્યા છે ત્યારે દેવગઢ બારીયા તાલુકાના રામા ગામ તેમજ પંચમહાલ જિલ્લાના દહીકોટ ગામની વચ્ચેથી પસાર થતી પાનમ નદીના પટમાં રાત્રિના સમયે રેતી ભરવા ગયેલી એક ટ્રક નદીમાંથી બહાર નીકળી રહી તે વખતે વહેલી સવારે નદીમાં એકાએક પાણીનું વહેણ વધતા ટ્રક નદીની વચ્ચોવચ ફસાઈ જતાં ટ્રકની ચારે તરફ નદીનું પાણી ફરી વળતા અડધો અડધ ટ્રક પાણીમાં ગરકાવ થઈ થઈ ગઇ હતી ત્યારે તેમાં રહેલ એક ઈસમ પણ આ નદીના પાણીમાં ફસાયેલ ટ્રકમાં ફસાઈ ગયો હતો ત્યારે વહેલી સવારના છ વાગ્યાના અરસામાંથી પાણીમાં ફસાયેલ આ ટ્રકમાં કોઈ ઈસમ ફસાયો હોવાની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા જે ઈસમને બચાવવા માટે ગ્રામજનો એ સ્થાનિક આગેવાનો ને જાણ કરતા સ્થાનિક આગેવાનો દ્વારા પંચમહાલ પોલીસને બનાવની જાણ કરતા પંચમહાલ પોલીસે રેસ્ક્યુ ટીમને આ બનાવની જાણ સવારના સમયે કરવામા આવી હતી જે બનાવને કલાકો નો સમય થવા છતાં પણ રેસ્કયુ ટીમ દ્વારા કોઈ કાર્ય વાહી કરવામા ના આવી હોઈ તેમ જોવા મળ્યુ હતુ ત્યારે દેવગઢ બારીયા પાલિકાને પણ આ બનાવની જાણ કરતાં પાલિકાનો ફાયર સ્ટાફ તેમજ પંચમહાલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને ટીમો જાણે નજારો જોવા આવી હોય તેમ જોવા મળી હતી ત્યારે આ પહેલા જ વરસાદે પંચમહાલ તેમજ દેવગઢ બારીયા ની રેસ્ક્યુ ટીમ ની પોલ ખોલી નાખી હોય તેમ જોવા મળ્યુ હતુ 12 કલાકથી વધુ સમય થવા છતાં પણ કોઈ અંદર ના જતા ટ્રકમાં ફસાયેલો ઈસમ પણ જાણે હિંમત હારતો હોય તેમ જોવાતા બંને ટીમમાંથી કોઈ અંદર ના જતા આખરે ગામનો એક ઈસમ પાણીના વહેણમાં તરતા જઈ ટ્રકમાં પહોંચી ટ્રકમાં ફસાયેલા ઇસમ ને હિંમત આપી તેની સાથે બેસી રેસ્ક્યુ ટીમની રાહ જોઇ રહ્યા હોવાનું પણ જોવા મળ્યુ હતુ ત્યારે બનાવના કલાકો પછી પણ રેસ્કયુ ટીમ અંદર ના જતા આખરે પંચમહાલની એસ ડી આર એફ ટીમ ઘટના સ્થળે દોડી આવી સાંજના સવા છ વાગ્યાના અરસામાં આ ટ્રકમાં ફસાયેલા ઈસમને સહી સલામત બહાર કાઢ્યો હતો ત્યારે આ બનાવને લઈ રામા ગામ તેમજ દહીકોટ ગામના બંને ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી આ ફસાયેલ ઇસમ ને બહાર કાઢે તેવી પ્રાર્થના કરતા બેઠા હોઈ તેમ જૉવા મળ્યાં હતા ત્યારે આ એસ ડી આર એફ ની ટીમે આ ફસાયેલા ઇસમ ને પંચમહાલ જિલ્લાના દહીકોટ ગામે તેને બહાર કાઢી તેના પરિવારજનોને સોંપ્યો હતો.