નવીદિલ્હી,\ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૨ જુલાઈથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે. ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ બે મેચની ટેસ્ટ શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૦૨૫ નો ભાગ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૨ જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ ઓફ સ્પિનરરવિચંદ્રન અશ્ર્વિન વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર ઈતિહાસ રચશે. રવિચંદ્રન અશ્ર્વિન એટલો શાનદાર રેકોર્ડ બનાવશે, જે ભારતના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવ પણ પોતાની આખી કારકિર્દીમાં બનાવી શક્યા નથી.
તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ૧૨ જુલાઈથી ડોમિનિકામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. જો ભારતના દિગ્ગજ ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્ર્વિન વેસ્ટ ઈન્ડિઝ સામેની આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩ વિકેટ લે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૭૦૦ વિકેટ પૂરી કરી લેશે. અત્યાર સુધી માત્ર અનિલ કુંબલે અને હરભજન સિંહ જ ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૦થી વધુ વિકેટો મેળવી શક્યા છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર કપિલ દેવ પણ પોતાની આખી કારકિર્દીમાં ૭૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટ લઈ શક્યા નથી.
રવિચંદ્રન અશ્ર્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦૦થી વધુ વિકેટ લેનારો ભારતનો એકમાત્ર ત્રીજો બોલર બનશે. હાલમાં, રવિચંદ્રન અશ્ર્વિન ટેસ્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ ૬૯૭ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. જો રવિચંદ્રન અશ્ર્વિન વેસ્ટ ઈન્ડિઝ સામેની આ બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩ વિકેટ લે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની ૭૦૦ વિકેટ પૂરી કરી લેશે. અનિલ કુંબલેએ ભારત માટે સૌથી વધુ ૯૫૬ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. બીજા નંબર પર હરભજન સિંહનું નામ આવે છે, જેણે ૭૧૧ આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે.