વોશિગ્ટન, ઘણા વર્ષો પહેલા ડૂબી ગયેલ ટાઈટેનિક જહાજને જોવા ગયેલા પાંચ લોકોના ગુમ થવાના સમાચાર આવ્યા હતા, જે બાદ આજે મળતી માહિતી મુજબ તે તમામ પ્રવાસીઓના આજે મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે લગભગ ૧૧૦ વર્ષ વર્ષ પહેલા એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયેલ ટાઈટેનિકની સ્ટોરીથી આપડે સૌ કોઈ અવગત છીએ.
જે ટાઈટેનિકના કાટમાળને શોધવા પાંચ લોકો સબમરીનમાં ગયા હતા, જેઓ રવિવારથી લાપતા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારે તેમના લાપતા થયાના સમાચાર બાદ શોધવા માટે ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં શોધ અભિયાન શરુ કરાયુ હતુ. ત્યારે આ સબમરીનમાં સવાર પાંચેય લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેની પુષ્ટી સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટ અને યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર રવિવારના રોજ પાંચ લોકો ઓશનગેટ નામક કંપનીની સબમરીનમાં બેસીને આ ટાઈટેનિકના મલબાની શોધ ખોળ પર નીકળ્યા હતા. ત્યારે મહાસાગરમાં ઉતરતા જ માત્ર ૨ કલાકમાં સબમરીનનો સંપર્ક તૂટી ગયો હતો.અહેવાલ મુજબ ટાઈટેનિકમાં બેઠેલા પાંચ લોકો સહિત સબમરીન ખાક હાલતમાં મળી આવી છે. ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતુ. તે દરમિયાન આ અંગેની માહિતી આપતા નિષ્ણાતોએ કહ્યું હતુ કે સબમરીનમાં માત્ર ચાર દિવસ આરામથી ચાલે તેટલો જ ઓક્સિજન હતો પણ એક જ દિવસમાં તે સબમરીનમાં શું થયુ તેનું રહસ્ય અકબંધ છે. જોકે, તેની શોધખોળમાં ઉતારેલ રોબોટને આ સબમરીનનો કાટમાળ ટાઈટેનિક પાસે જ મળ્યો હતો.
આ સમગ્ર શોધખોળની કામગીરી એક કંપની દ્વારા કરવામાં આવી હતી જેમાં કેટલાક મોટા ઉદ્યોગપતિઓ સબમરીનમાં બેસીને સમુદ્રમાં ઉતર્યા હતા. જે સબમરીનમાં પાંચ લોકોને લઈને જતી સબમરીનમાં વિનાશક વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ તેનો કાટમાળ મળી આવ્યો હતો. ત્યારે તે સબમરીનમાં સવાર તમામ લોકો મૃત્યુ થયા છે. અહેવાલ મુજબ યુએસ કોસ્ટ ગાર્ડ રીઅર એડમિરલ જોન મૌગરે કહ્યુ હતું કે કેનેડિયન જહાજ પર તૈનાત રોબોટિક ડાઈવિંગ વાહન ગુરુવારે સવારે ટાઈટેનિકથી લગભગ ૧,૬૦૦ ફૂટ (૪૮૮ મીટર) સપાટીથી ૨ ૧/૨ માઇલ (૪ કિમી) નીચે ડૂબી ગયું હતું. પરંતુ ટાઈટન સબમરીનનો ભંગાર શોયો. તે જ સમયે, સબમરીનનો કાટમાળ મળ્યા પછી, નિષ્ણાતોની ટીમે તેની તપાસ શરૂ કરી દીધી છે.
ટાઈટન સબમરીનમાં સવાર થઈને ટાઈટેનિકની શોધખોળમાં ઉતરેલ પાંચેય લોકો, જે અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, તેઓ જાણીતા અબજોપતિ હતા. માહિતી અનુસાર ૧૮ જૂનના રોજ અમેરિકન કંપની ઓસએનગેટની ટાઈટન સબમરીન પાંચ લોકો સાથે ટાઈટેનિકના કાટમાળને બતાવવા માટે રવાના થઈ હતી. તમને જણાવી દઈએ કે ટાઇટેનિકના કાટમાળ સુધી જવામાં લગભગ ૨થી ૩ કલાકનો સમય અને આવતા પણ તેટલો જ સમય એટલે કે લગભગ ૮ કલાકનો સમય લાગે છે તે જ સમયે, જહાજની માલિકી ધરાવતી કંપની ઓસએનગેટ અનુસાર, ગુમ થયેલ સબમરીનમાં સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા હોવાનું માનવામાં આવે છે.એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ માણસો સાચા સંશોધકો હતા, જેમાં સાહસ અને વિશ્ર્વના મહાસાગરોનું અન્વેષણ કરવાનો ઊંડો જુસ્સો હતો. આ દુ:ખના સમયમાં અમારા વિચારો આ પાંચ મૃત આત્માઓ અને તેમના પરિવારના સભ્યો સાથે છે.