દાહોદની સ્ટીફન સ્કુલમાં શિક્ષિકા દ્વારા બાળકોને ધર્માંતરણના પાઠ ભણાવતા હિન્દુ સંગઠન સ્કુલ પહોંચી શિક્ષિકાની બરતરફની માંગ કરી.

દાહોદ, દાહોદ શહેરની સ્ટીફન સ્કૂલની એક શિક્ષિકા દ્વારા બાળકોને ધર્માંતરણના પાઠ ભણાવવાના આક્ષેપો સાથે હિંદુ સંગઠનો સ્કૂલ ખાતે પહોંચ્યા હતાં. હિન્દુ સંગઠનો દ્વારા આ શિક્ષિકાને શાળામાં બરતરફ કરવામાં આવે તેવી રજુઆત શાળાના પ્રિન્સીપાલને કરવામાં આવી હતી.

દાહોદ શહેરની સ્ટીફન્સ સ્કૂલની શિક્ષકા દ્વારા બાળકોને ભણાવવાના સ્થાને ધર્મ ધર્માંતરણના પાઠ ભણાવતા હોવાની ફરિયાદો બાળકોના વાલીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ અને બજગર દંડના હોદ્દેદારોને કરવામાં આવી હતી. જેને લઈ આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દાહોદના ગોધરા રોડ પર આવેલી સ્ટીફન્સ સ્કુલ ખાતે પહોંચી ગયાં હતાં અને જ્યાં શાળા સંચાલકો સહિત શાળાના પ્રિન્સીપાલની મુલાકાત લઈ આ મામલે ભારે વિરોધ કર્યો હતો અને ધર્માંતરણનો પાઠ ભણાવનાર શિક્ષકાને સ્કૂલમાંથી બરતરફ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી અને જો વહેલા વહેલી તકે સ્કૂલના બાળકોને ધર્માંતરણના પાઠ બનાવનાર શિક્ષિકાને સ્કૂલમાંથી બરતરફ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઘરના પ્રદર્શન સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે હોવાનું જણાવવામાં આવ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, આ શાળાની શિક્ષિકા દ્વારા બાળકોને ખિસ્તી ધર્મ સારો છે અને હિન્દુ ધર્મ વિશે ખોટી માહિતી પુરી પાડી લવ જેહાદ અને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે બાળકોને પ્રેરતા હતાં. આ અંગે વાલીઓ દ્વારા વિશ્ર્વ હિન્દુ પરિષદનો સંપર્ક કરવામાં આવ્યાં હતાં.

સ્ટીફન્સ શાળાના આચાર્ય, ફાધર

અમો તમામ ધર્મનો માન, સન્માન કરીએ છીએ, અમારી સંસ્થા તમામ ધર્મોને એક સમાન માને છે. અત્યાર સુધી આવી કોઈ ફરિયાદ આવી ન હતી. આવી પ્રથમ ફરિયાદ આવી છે, આ મામલે અમે શાળાના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરીશું, વાલીઓ અને શાળાના બાળકો સાથે પણ ચર્ચા વિચારણા કરીશું.

શિક્ષિકા

આવા પ્રકારની કોઈ વાત મે કરી નથી ક્લાસમાં, મને ખબર છે કે, આવા પ્રકારની વાતો સેન્સેટીવ પ્રકારનો ઈશ્યુ છે. મે માત્રને બાળકોને કવિતાનો પાઠ ભણાવ્યો હતો. લવ જેહાદ વિગેરે મામલે બાળકોને કોઈ પાઠ ભણાવ્યો નથી. આ કેવા પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તે મને ખબર નથી, મારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યાં છે, તેનું હું સમર્થન નથી કરતી, હું એ પણ નથી સ્વીકાર કરતી કે આ પ્રકારની વાતો મે બાળકોને કહી છે.