પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ તો કયાંક વીજ પોલ ધરાશયી થતાં હાઈ વે નો રસ્તો બ્લોક કરાયો.

  • જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ
  • વેહલી સવારથી જ વરસી રહોય છે વરસાદ
  • નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં.
  • કાલોલ ૨.૮ ઇંચ || હાલોલ ૨.૪૦ ઇંચ || ગોધરા ૪.૩૦ ઇંચ || ઘોઘંબા ૧.૫૦ ઇંચ || શહેરા ૦.૦૪ ઇંચ || મોરવા ૦.૦૦ ઇંચ

જિલ્લામાં વેહલી સવાર થી ગોધરા, શહેરા, હાલોલ, મોરવા હડફ, કાલોલ સહીતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ ગોધરા શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું છે. ત્યારે સવારના છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં ગોધરા શહેરમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને લઈને ગોધરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેમ કે શહેરના ભુરાવાવ વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર પાણી ભરાયા ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં રેલ્વે ઓવર બ્રિજ નીચે પણ પાણી ભરાયા પાલિકા દ્વારા જેસીબી મશીન ની મદદથી પાણીના નિકાલની કાર્યવાહી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે વરસાદ હાલ બંધ થઈ જતા નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસર્યા છે.

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા, કાલોલ અને ઘોઘંબા તાલુકા વિસ્તારમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન મળસ્કે મેઘરાજા ગાજવીજ અને પવન સાથે મન મૂકી વરસવાની કરી શરૂઆત જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં 63 મીમી એટલે અઢી ઇંચ અને ઘોઘંબામાં પોણો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો જોકે સરકારી આંકડા કરતાં વરસાદી માહોલ જોતાં વરસાદી પ્રમાણ વધારે હજી પણ વરસાદી માહોલ કેટલાક વિસ્તારોમાં જારી ચોમાસાના વિધિવત વરસાદી આગમન જેમ કેટલાક સ્થળોએ ક્યારડામાં વરસાદી નીર ભરાયા શહેરી વિસ્તારોમાં માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો થયા પાણી પાણી.

હાલોલ શામળાજી રોડ બ્લોક કરવા ની ફરજ પડી હાઈ વે પર ચાર જેટલા વીજ પોલ ધરાશયી થતાં રસ્તો બ્લોક કરવાની ફરજ પડી ભારે વરસાદ અને પવન ને કારણે વીજ પોલ ધરાશયી થયા જોખમ વચ્ચે વાહનચાલકો થઈ રહ્યા હતા પસાર જીવંત વાયર પર થી પસાર થઈ રહેલા ટ્રાફિક ને ડાયવર્ટ કરાયો હાલોલ શામળાજી રોડ પર અવિરત વાહનો નો ઘસારો રહે છે.

પ્રથમ વરસાદે જ કાલોલ નગર પાલિકા ની પ્રી મોન્સુન કામગીરી ની ખુલી પોલ કાલોલ નગર માં ૨.૫ ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં કાલોલ નગર પાલિકા કચેરી સામે પણ ઢીંચણ સમાં પાણી ભરાયાં કાલોલ ટાઉન ચોકી,શાકભાજી માર્કેટ, મામતદાર અને તાલુકા પંચાયત કચેરી,મેઈન બજાર સહિત કાલોલ ના મોટાભાગ ના વિસ્તાર માં પાણી જ પાણી ના દ્રશ્યો કાલોલ માં ગટરો ચોક અપ થતાં રહીશો એ જાતે જ ગટરો ખોલી પાણી નો કર્યો નિકાલ વહેલી સવાર થી જ પંચમહાલ જિલ્લા માં ધોધમાર વરસાદ.