ગોધરા, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ,પંચમહાલગોધરા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ37(4) અન્વયે જાહેરનામું બહાર પડાયું છે.જે અંતર્ગત પંચમહાલ જીલ્લાના પાવાગઢ ફાયરીંગ રેન્જ ખાતે તા.01/07/2023 થી તા.30/08/2013 (બન્ને દિવસો સહિત) સેનાપતિ, રાજ્ય અનામત પોલીસ દળ જુથ5,ગોધરાના યુનિટો માટે તથા રાજયના અન્ય પોલીસ દળો તથા મીલેટ્રી, એન.સી.સી., એરફોર્સ, એસ.આર.પી. યુનિટો માટે ફાયરીંગ પ્રેકટીસ કરવા માટે રીઝર્વ રાખવા જણાવ્યું છે. સદરહુ જમીનમાં ઉકત સમય દરમ્યાન બહારના કોઈપણ અનધિકૃત શખ્સ દાખલ થવું નહિ.
આ હુકમ અન્વયે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઈ.કે તેથી ઉપલા દરજ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાના ભંગ કરનાર સામે ઈ.પી.કો. કલમ-188 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.