કાલોલ ખાતે વિકેન્દ્રિત જીલ્લા આયોજન મંડળ,પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ હેઠળ વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ યોજાયો

  • વર્ષ 2023-24 અંતર્ગત કાલોલ તાલુકાના કુલ 71 ગામોના રૂપિયા 243 લાખની રકમના કુલ 177 કામોના વર્ક ઓર્ડર વિતરણ કરાયા.

ગોધરા,વિકેન્દ્રિત જીલ્લા આયોજન મંડળ, પંચમહાલ હસ્તકની વિવિધ જોગવાઈઓ જેવી કે,15% વિવેકાધીન જોગવાઈ, તાલુકા કક્ષા, એટીવીટી કાર્યવાહક, એટીવીટી તાલુકા કક્ષા, પ્રાંત કક્ષા જોગવાઈ હેઠળ વર્ષ 2023-24 અંતર્ગત કાલોલ તાલુકાના કુલ 71 ગામોના કુલ રૂપિયા 243 લાખની રકમના કુલ 177 કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પ નગરપાલિકા હોલ, કાલોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટરએ વર્ક ઓર્ડર આપેલા કામો સત્વરે શરૂ કરીને તમામ બાબતોની નોંધ અને કામોની ગુણવત્તા જાળવી રાખવા તથા સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ કાલોલે પોતાનું વ્યક્તવ્ય રજુ કર્યું હતું.

કાલોલ તાલુકાના કામોના વર્ક ઓર્ડર વિતરણ કેમ્પમાં જીલ્લા કલેક્ટર આશિષ કુમાર, તાલુકા પ્રમુખ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ, વિવિધ પદાધિકારીઓ તેમજ તમામ ગામોના સરપંચઓ અને તલાટી કમ મંત્રીઓ હાજર રહ્યા હતા.