ભૂતવડ પ્રાથમિક શાળા એ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં મેદાન માર્યું

ગરબાડા, ગરબાડા તાલુકાના વજેલાવ ગામની ભૂતવડ શાળાના બાળકોએ જવાહર નવોદય પરીક્ષામાં ફરી એક વખત સિદ્ધ કરી બતાવી છે કે, આદિવાસી વિસ્તાર વર્ગખંડની મુશ્કેલીઓ હોવા છતાં ખૂબ જ મહત્વની ગણાતી આ પરીક્ષામાં શાળાના બે વિદ્યાર્થીઓ મેરીટ લીસ્ટમાં આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. જેમાં બારીયા જાનવી બાબુભાઈ અને ચૌહાણ જૈમીન નિતેશભાઇ એ પરીક્ષા પાસ કરેલ છે. તેમને મદદ કરવા શાળાના શિક્ષક દીપક દરજી અને જગદીશ ડામોર તથા વર્ષા પટેલ અને નીતા દરજીની મહેનત રંગ લાવી છે. શાળામાં એકલવ્ય પરીક્ષામાં 12 વિદ્યાર્થી પાસ થયેલ છે, જેમાં ત્રણ વિદ્યાર્થી મેરીટમાં આવેલ છે. કોમન ઇન્ટરટેસ્ટ પરીક્ષામાં આઠ વિદ્યાર્થી મેરીટમાં આવેલ છે. આ રીતે શાળા કક્ષાએ વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સફળ થયેલ છે. તમામને શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાએ અભિનંદન આપેલ છે અને શાળાનું ગામ તાલુકો અને જિલ્લા કક્ષાએ નામ રોશન કર્યું છે.