ગોધરા તાલુકાના ટીંબા પાસે મહિસાગર નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવકો ડુબતા એકનુ મોત

  • ઘોઘંબા તાલુકાના હોવાનુ સામે આવ્યુ.

હાલોલ, ગોધરા તાલુકાના ટીંબા પાસે પસાર થતી મહિસાગર નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો ડુબ્યા હતા. યુવકો પંચમહાલ જિલ્લાના હાલોલ અને ઘોઘંબા તાલુકાના હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે. યુવકો બાધા પુરી કરવા માટે મહિસાગર નદીએ ગયા હતા. જયાં તેઓ ન્હાવા પડ્યા હતા. અને ત્રણેય યુવાનો નદીમાં ડુબ્યા હતા. જે પૈકી એક યુવાન પાણીમાં ડુબી જતા તેનુ મોત નીપજયું છે. જયારે બે અન્ય યુવકોનો આબાદ બચાવ થયો છે. બચી ગયેલા બંને યુવકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલોલ અને ઘોઘંબા તાલુકાના યુવકો પરિવાર સાથે મહિસાગર નદીની માનતા કરવા માટે ગોધરા તાલુકાના ટીંબા પાસે પહોંચ્યા હતા. જયાં મહિસાગર નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવકો પૈકી હાલોલના અભેટવા ગામના 20 વર્ષિય સુરેશભાઈ વિક્રમભાઈ નાનાનુ પાણીમાં ડુબી જતાં મોત થયુ હતુ. જયારે અન્ય બે યુવકો 15 વર્ષિય રાજુ વિજયભાઈ અને 17 વર્ષિય પૃથ્વી સંજયભાઈ બચી જતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.