ફતેપુરાના કાળિયા ગામે કૃષિ વિષયક ડી.પી.બદલવામાં વીજ કચેરીની આળસ

ફતેપુરા, ફતેપુરા તાલુકાના કાળિયા-લખનપુર ગોંદરા ફળિયામાં છેલ્લા એક વર્ષથી વીજ ડી.પી.બળી જતા તેની અનેકવાર મોૈખિક તથા લેખિત રજુઆતો કરવા છતાં વીજ કચેરી દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ખેડુતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

કાળિયા ગામે ગોંદરા ફળિયામાં એગ્રીકલ્ચર વીજલાઈનની વીજ ડી.પી.બેસાડવામાં આવેલ છે. આ વીજ ડી.પી.માંથી કુવા ઉપર વીજ જોડાણ આપેલ છે. આ વીજ ડી.પી.છેલ્લા એક વર્ષથી બળી જતા કુવા ઉપર જતો વીજપ્રવાહ બંધ થઈ ગયેલ છે. જે બાબતે ફતેપુરા વીજ કચેરીમાં અનેકવાર રજુઆતો કરવા છતાં ડી.પી.આવશે ત્યારે બેસાડી આપીશુ ના જવાબો આપવામાં આવી રહ્યા છે અને આજદિન સુધી નવી વીજ ડી.પી.બેસાડવામાં આવેલ નથી. હાલ ચોમાસાની સીઝન આવી રહી છે. વરસાદી પાણીનો અભાવ પડતા વીજપ્રવાહથી ઈલેકટ્રીક મોટરો દ્વારા ખેતીમાં પાણી આપવુ પડતુ હોય છે. ત્યારે વીજ પ્રવાહ ના મળતા ખેડુતોની ખેતી નિષ્ફળ જવાની સંભાવનાને જોતા ફતેપુરા વીજ કચેરી દ્વારા વહેલી તકે વીજ ડી.પી.મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.