મલેકપુર,
મહીસાગર જીલ્લાના કડાણા જળાશય પાછલા ભાગમાં ચારેકોર પાણી અને ડુંગરોની હારમાળા વચ્ચે ગુફામાં આવેલ અલૌકિકી અને પોરાણિક નદીનાથ મહાદેવ મંદિરના દ્રાર પુન: ખુલ્લા થતા ભક્તો ભાવવિભોર બની પાણીના માર્ગે દર્શન માટે પહોંચ્યા હતા. આ મંદિર 1000 વર્ષ પોરાણિક છે, આખું વર્ષ પાણીથી ઢકાયેલ રહેતા ભક્તો સામાન્ય દિવસોમાં દર્શન કરી શકતા નથી કડાણા ડેમના નિર્માણ બાદ આ મંદિર ડુબાણમાં ગયું હતું. હાલ કડાણા ડેમની સપાટી ઘટતા મંદિરના પટ ખુલ્લા થયા હતા ચારેકોર પાણી અને ડુંગરો વચ્ચે ગુફામાં આવેલ આ મંદિરના દર્શન જોખમી અને મુશ્કેલી ભર્યા છે, અહીંયા સુધી પહોંચવા અન્ય કોઈ માર્ગ ન હોવાથી માત્ર નદીના રસ્તે હોડી દ્વારા અહીંયા પહોંચી શકાય છે. ડેમના નિર્માણ પહેલા અહીંયા મહી પુનમનો મેળો ભરાતો હતો અને પાંચ દિવસ સુધી ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેતા હતા. ડેમના નિર્માણ બાદ આ ગુફામાં આવેલ મંદિર ડુબાણમાં જતા સતત 20 વર્ષ સુધી પાણીમાં ડૂબેલું રહ્યું હતું. વર્ષ 2020 મા ડેમમાં પાણીનું સ્તર નીચું જતા મંદિરના પટ ખુલ્યા હતા. ત્યાર બાદ દર વર્ષે જુન-જુલાઈ મહીનામાં ડેમની સપાટી ઘટતા ગુફાનો માર્ગ ખુલતા ભક્તો મહાદેવના દર્શન માટે પહોંચે છે. દર વર્ષે સૌ પ્રથમ મંદિર સુધી પહોંચી ભક્તો અને વાચકો સુધી નદીનાથ મહાદેવના શિવલિંગના દર્શન તસ્વીરના માધ્યમથી પહોંચાડી રહ્યું છે.
ચારેકોર પાણી અને ડુંગરની હારમાળાઓ વચ્ચે પત્થરની ગુફામાં આવેલું નદીનાથ મહાદેવ મંદિર 1000 વર્ષ પુર્વેનું હોવાનું કહેવાય છે. સંત મહારાજા દ્વારા મંદિરની પુજા કરવા માટે ગોસાઈ મહારાજ રાખ્યા હતા. જે આજે પણ આ મંદિરની પુજા કરે છે. આ મંદિર સ્વયંમ ભૂ સ્થાપિત તરીકે ઓળખાય છે. આશ્ચર્યની વાત એ છે કે, અહીંયાનું શિવલિંગ હસ્ત કામળથી છૂટું છે બારેમાસ પાણીના પ્રવાહ હોવા છતાં તે તેની જગ્યા ઉપર થી ખાસતું નથી. ડેમના પાછલા ભાગમાં આવેલ બેટ વિસ્તાર આસપાસના લોકો માટે આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક રહ્યું છે. એક લોક વાયકા મુજબ અંગ્રેજો નાગમણિ મેળવવા લાલિયા લુહારનો પીછો કર્યો હતો. અંગ્રેજો થી બચવા તે આ મંદિરના ધરામાં કુદી ગયો હોવાનું લોકોમાં ચર્ચાય છે.