“હું લોકડાઉન લાગુ કરવા નથી માંગતો પણ .”: મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાજ્યમાં લોકડાઉન લાદવામાં આવશે કે નહીં આવે તે અંગે નિવેદન નિવેદન આપ્યું છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હું રાજ્યમાં લોકડાઉન લાગુ કરવા નથી માંગતો પરંતુ કેટલીક મજબૂરીઓ છે. તેમણે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કરી હતી. મુખ્યમંત્રીએ મહારાષ્ટ્રના લોકોને અપીલ કરી કે લોકડાઉન નથી માંગતા તો માસ્ક જરૂર પહેરો.

આ સિવાય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ ચેપને નિયંત્રિત કરવા માટે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 8000 થી વધુ નવા કેસ નોંધાયા છે, જ્યારે 62 દર્દીઓનાં મોત સાથે રાજ્યમાં 52,154 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.

આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ચેપનાં 8,293 નવા કેસ નોંધાયા છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે રાજ્યમાં 8000 થી વધુ નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન 3,753 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 20,24,704 દર્દીઓ સંક્રમણમુક્ત થયા છે.

રાજ્યમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા હવે 77,008 છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમણ માટે 1,62,84,612 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.