કાલોલના ખરસાલીયાની એસ. સુબ્રમણીયમ કાું. 2023માં છટણી કરેલ કામદારોને પરત લેવા અને અત્યાર સુધીનો પગાર ચુકવવાની માંગ સાથે ગુજરાત કામદાર યુનિયન દ્વારા રજુઆત.

કાલોલ,
કાલોલ તાલુકાના ખરસાલીયા રેલ્વે સ્ટેશન બાજુમાં આવેલ એસ.સુબ્રમણીયમ એન્ડ કાું. કાયમી કામદારોને 23 માર્ચ 2023ના પત્રથી 28 માર્ચ 2023ના રોજ યોગ્ય કાર્યવાહી વગર છટણી કરાઈ હતી. આ છટણીનો હુકમ રદ કરી કામદારોને નિયત પાખીમાં હાજર કરવાની માંગ સાથે ગુજરાત કામદાર યુનિયન દ્વારા મદદનિશ શ્રમ આયુકત કચેરીમાં રજુઆત કરાઈ.

કાલોલના ખરસાલીયા રેલ્વે સ્ટેશન પાસે આવેલ સ્વીપર બનાવતી એસ.સુબ્રમણીયમ એન્ડ કાું.માં ફરજ બજાવતા કાયમી કામદારોને તા.23/03/2023ના પત્રથી 28 માર્ચ 2023ના રોજ કોઇ પણ જાતની કાયદેસર યોગ્ય કાર્યવાહી કર્યા વગર એકાએક કામદારોની છટણી કરવાનું પગલું ભરવામાં આવ્યું હતું. આ કામદારોની છટણીનો હુકમ રદ કરી પત્ર પરત લઈ તાત્કાલીક અસરથી કામદારોને હાજર કરી નિયત પાખીમાં કામ આપવું એસ.સુબ્રમણીયમ એન્ડ કાું.માં કામ કરતા કામદારોને હાજર કરી કામ આપવામાં ન આવે તો દિવસનો પુરેપુરો પગાર આનુસીંગ લાભો ચુકવી આપવાની માંગ સાથે ગુજરાત કામદાર યુનિયન દ્વારા એસ.સુબ્રમણીયમ એન્ડ કાું.ના મેનેજર અને મદદનિશ શ્રમ આયુકતને લેખિત રજુઆત કરી આવનાર દિવસોમાં સંસ્થા દ્વારા કામદારોની છટણીનો હુકમ રદ ન કરે તો આવનાર દિવસોમાં કાનુની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.