કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સોમવારે કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત કોરોનાની રસી લીધી, શાહને મેદાંતા હોસ્પિટલનાં ડોક્ટરોએ વેક્સિનનો પહેલો ડોઝ આપ્યો, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમવારે સવારે કોરોના વેક્સિન લગાવી ચુક્યા છે, મોદીએ ભારત બાયોટેકની રસી કોવેક્સીન લગાવી હતી.
કોરોના રસીકરણ અભિયાનનાં બીજા તબક્કાનો શુભારંભ સોમવારથી થયો છે, આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકો વેક્સિનેશન કરાવી શકશે, તે ઉપરાંત જે લોકોની ઉંમર 45 વર્ષથી વધુ છે અને ગંભીર બિમારીઓથી પિડીત છે, તે પણ રસી લગાવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિદેશ પ્રધાન એસ જયશંકરે પણ કોરોના વેક્સિન લગાવી, તે ઉપરાંત બિહારનાં મુખ્ય પ્રધાન નિતીશ કુમાર, ઓડીસાનાં સીએમ નવીન પટનાયક, સહિતની અન્ય જાણીતી હસ્તીઓએ પણ વેક્સિન લગાવી છે, એસ જયશંકરે પણ કોરોનાની ભારત બાયોટેકની વેક્સિન કોવૈક્સિન લગાવી, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી કે વેક્સિન લગાવ્યા બાદ સુરક્ષીત અનુભવી રહ્યો છું.