
મુંબઇ, મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લાના કન્નડ તાલુકામાં મોડી રાત્રે એક ઘરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં ઘરમાં હાજર શેખ સલીમ નામનો વ્યક્તિ ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સલીમને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જે બાદ પોલીસ ઘરની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈને પણ આસપાસ આવવાની પરવાનગી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર શેખ સલીમ ડોક્ટર છે. તે બે વર્ષથી ગામમાં પ્રેક્ટિસ કરે છે. તે આસપાસના ગામડાઓમાં જઈને લોકોની સારવાર કરે છે. મોડી રાત્રે શેખ સલીમ મેડિકલ સાથે જોડાયેલી કોઈ વસ્તુનો પ્રયોગ કરી રહ્યો હતો ત્યારે જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટનો અવાજ સાંભળીને આસપાસના લોકો સલીમના ઘરે પહોંચી ગયા હતા. તેણે જોયું કે સલીમ જમીન પર પડેલો હતો અને ગંભીર રીતે ઘાયલ હતો.
આ જોઈને લોકો ડરી ગયા અને પોલીસને જાણ કરી. માહિતી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનની ફોર્સ પહેલા સ્થળ પર પહોંચી અને સલીમને હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યારે આ સમગ્ર મામલો પોલીસનેે શંકાસ્પદ જણાતા ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. વિસ્ફોટની માહિતી મળતા જ ઔરંગાબાદ એસપી ખુદ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસમાં લાગી ગયા છે.
ઔરંગાબાદ એસપીએ જણાવ્યું કે બ્લાસ્ટ જેના કારણે થયો, અમે તેની તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક માહિતી મુજબ શેખ સલીમ ઠગ હતો. તેના ઘરેથી દવાઓ બનાવવાનો કાચો માલ મળ્યો છે. તેમને આગમાં ગરમ ??કરતી વખતે તે બિકર સાથે ફાટી હોવાનુ જણાય રહ્યું છે . એસપીએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમને દવાઓ વગેરેનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી કે કેમ. હાલમાં તે ઘાયલ છે અને તે કઈ જવાબ આપે તે સ્થિતિમાં નથી. તે સ્વસ્થ થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.
જો કે શેખ સલીમની ગતિવિધિઓને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં શેખ સલીમના ઘરેથી કેટલીક દવાઓનો કાચો માલ મળ્યો છે, તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર તપાસ કરી રહી છે. કાચા માલ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું નથી, પરંતુ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે.
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શેખ સલીમ ઘરે કયો પ્રયોગ કરી રહ્યો હતો, જેના કારણે બ્લાસ્ટ થયો. સલીમ પોતે એક પ્રોફેશનલ ડોક્ટર છે અને કોઈ મેડિકલ સંસ્થા સાથે સંકળાયેલા નથી. એટીએસ અને અન્ય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. એજન્સીઓ એ પણ શોધી રહી છે કે સલીમ ઘરે શું બનાવતો હતો?