
- મોદીએ અમેરિકાથી યોગ દિવસના અવસર પર ભારતના લોકોને સંબોધિત કર્યા.
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા યાત્રા પર છે. યોગ દિવસના અવસર પર તેમણે દેશવાસીઓને સંબોધિત કર્યા. મોદીએ કહ્યું કે હું તમને બધાને આ વીડિયો સંદેશના માધ્યમથી જોડી રહ્યો છું. પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમમાંથી નથી ભાગી રહ્યો. મોદીએ યોગ દિવસના અવસર પર કહ્યું, તમને યાદ હશે કે જ્યારે ૨૦૧૪માં યુએન જનરલ એસેંબલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો રેકોર્ડ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્ર્વિક આંદોલન બની ગયું છે.
મોદીએ કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધારે ખાસ બનાવી દીધો છે. તેનો આઈડિયા યોગના વિચાર અને સમુદ્રના વિસ્તાર માટે પારસ્પરિક સંબંધ પર આધારિત છે. આજે આખી દુનિયામાં લોકો યોગ અને વસુઘૈવ કુટુંબકમની થીયરી પર એત સાથે યોગ કરી રહ્યા છે. આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે યોગથી આપણને સ્વાસ્થ્ય, આયુષ્ય અને બળ મળે છે. આપણાંમાંથી ઘણા લોકોએ યોગની ઉર્જાને અનુભવી છે. વ્યક્તિગત સ્તર પર આપણા માટે સારૂ સ્વાસ્થ્ય કેટલું જરૂરી હોય છે આ આપણે જાણીએ છીએ. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાછલા થોડા વર્ષોમાં સ્વચ્છ ભારતથી લઈને સ્ટાર્ટઅપ જેની વસ્તુઓમાં જે અસાધારણ ગતિ જોવા મળી. તેમાં આ ઉર્જાની અસર જોવા મળી છે. ભારતની સંસ્કૃતિ હોય કે પછી સમાજ સંરચના, આધ્યાત્મ હોય કે પછી આપણી દૃષ્ટિ હોય… આપણે હંમેશા અપનાવવા વાળી પરંપરાનું સ્વાગત કર્યું છે. નવા વિચારોને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સેલિબ્રેટ કર્યું છે. આવી દરેક સંભાવનાઓને યોગ પ્રબળ કરે છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણા ૠષિઓએ યોગને પરિભાષિત કરતા કહ્યું કે જે જોડે છે તે યોગ છે આથી યોગનો આ પ્રસાર તેના વિચારનો વિસ્તાર છે જે સંપૂર્ણ સંસારને એક પરિવાર સ્વરૂપે સમાહિત કરે છે. યોગના વિસ્તારનો અર્થ છે વસુધૈવ કુટુંબકમની ભાવનાનો વિસ્તાર. આથી આ વર્ષે ભારતની અધ્યક્ષતામાં થઈ રહેલી જી૨૦ સમિટની થીમ પણ વન અર્થ, વન ફેમિલી, વન ફ્યૂચર રાખવામાં આવી છે. આજે દુનિયામાં કરોડો લોકો યોગા ફોર વસુધૈવ કુટુંબકમની થીમ પર એક સાથે યોગ કરી રહ્યા છે.પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધુ વિશેષ બનાવ્યો છે. તેનો વિચાર, યોગના વિચાર અને સમુદ્રના વિસ્તારન પરસ્પર સંબંધ પર આધારિત છે.