
લખનૌ, આજે સમગ્ર દેશ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણીમાં વ્યસ્ત છે. ભાજપના નેતાઓ અલગ-અલગ સ્થળે યોગ કરી રહ્યા છે. તેવામાં કેન્દ્રિય મંત્રીની તબિયત લથડવાનો મામલો સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસની તબિયત અચાનક બગડી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સવારે પશુપતિ કુમાર પારસ કોનહારા ઘાટ પહોંચ્યા હતા.
યોગ વચ્ચે પશુપતિ પારસને તેમના પીએ એ તેમને સોફા પર બેસાડ્યા હતા. કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે કહ્યું કે કાર ખાડામાં જવાને કારણે આ સમસ્યા થઈ છે. આવી સ્થિતિમાં તે યોગ કરી શક્યા નહીં. જ્યારે તેમણે યોગ કરવાનો પ્રયાસ કર્યો તો તબિયત લથડી અને જમીન પર ઢળી પડ્યાં હતાં.
તેમણે કહ્યું કે તેની તબિયત ખરાબ છે. તેઓ દિલ્હી એઈમ્સમાં જઈને ઈલાજ કરાવશે. અહીં કેન્દ્રીય મંત્રીની તબિયત બગડતાં તેમને આરામ કરાવવામાં આવ્યો હતો. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ તેમના સંસદીય ક્ષેત્ર હાજીપુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર સમર્થકો સાથે કોનહારા ઘાટ પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ હતા. આ દરમિયાન જ્યારે તેમણે લોકો સાથે યોગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેની તબિયત બગડી. એવું કહેવામાં આવ્યું હતું કે પશુપતિ કુમાર પારસ ઉભા થઈ શક્તા નહોતા. બે લોકોએ મળીને તેમને ઉભા કર્યાં હતાં.