
મુંબઇ, સીબીઆઇએ ૨૦૨૧માં કોર્ડેલિયા ક્રુઝ શિપ પર મળેલા નાર્કોટિક્સ સંબંધિત આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન ખાન અને મેનેજર પૂજા દદલાનીના નિવેદનો રેકોર્ડ કરવાની તૈયારી કરી રહી છે. એનસીબી વિજિલન્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આર્યન ખાનને છોડાવવા માટે શાહરૂખ પાસેથી ૨૫ કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે લાંચ કેસના આરોપી સેનવિલ ઉર્ફે સેમ ડિસોઝાની પૂછપરછ કરી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ કેસ અભિનેતા શાહરૂખ ખાને કથિત રીતે તેના પુત્ર આર્યનને ડ્રગ જપ્તીના કેસમાં ફસાવવા માટે ૨૫ કરોડ રૂપિયાની લાંચની માંગણી સાથે સંબંધિત છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એજન્સીએ ગયા અઠવાડિયે ડિસોઝાને ત્રીજી નોટિસ પાઠવી હતી, જેમાં તેમને પૂછપરછ માટે દિલ્હીમાં સીબીઆઇ ઓફિસમાં હાજર થવા જણાવ્યું હતું. એજન્સી દ્વારા ૧૨ મેના રોજ નોંધાયેલા કેસમાં સીબીઆઈ દ્વારા તેમની પૂછપરછ કરવાની બાકી છે. ડીસોઝા સીબીઆઈ એફઆઈઆરમાં આરોપી નંબર પાંચ તરીકે સૂચિબદ્ધ છે. ડિસોઝાના વકીલ પંકજ જાધવે કહ્યું કે, સીબીઆઈએ તેમને ૧૬ જૂને તેમની સમક્ષ હાજર થવા નોટિસ પાઠવી હતી જેથી તેમની પૂછપરછ થઈ શકે.
અગાઉ સીબીઆઈની વિશેષ અદાલતે ડિસોઝાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે લાંચ કેસમાં મુખ્ય આરોપી છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા તેમને ૨૩ જૂન સુધી વચગાળાનું રક્ષણ આપવામાં આવ્યું છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ડિસોઝાએ આ કેસમાં આર્યનને મદદ કરવા માટે શાહરૂખ ખાનના મેનેજર અને સાક્ષી કેપી ગોસાવી વચ્ચે કથિત રીતે સમાધાન કરાવ્યું હતું.સીબીઆઇ દ્વારા ૩ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ કોર્ડેલિયા ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા બાદ આર્યનની ધરપકડ કરવામાં આવી હતી.