
સંતરામપુર, સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાન ઈકો ગાડીમાં દારૂ ભરીને શણબાર થઈ પાદેડી તરફ આવતી હોય તે સ્થળે પોલીસે નાકાબંધી કરી બાતમીવાળી ઈકો ગાડી માંથી ઈંગ્લીશ દારૂ કિંમત 27,366/-, ગાડી, મોબાઈલ મળી 2,29,866/- રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ સંતરામપુર પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ઈકો ગાડી નં. જીજે.01.આરએચ.7419માં દારૂ ભરીને ગોઠીબ શણબાર થઈને પાદેડી ગામ તરફ આવી રહ્યા છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી નાસવા જતાં ચાલક લોકેશ ગણેશલાલ ભોઈ (રહે. લુહોરીયા, જી.બાંસવાડા)ને ઝડપી પાડી ઈકો ગાડીની તપાસ કરતાં ગાડી માંથી અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-170, બિયર ટીન નંગ-87 મળી કિંમત 27,366/-રૂપીયાના દારૂ તેમજ ઈકો ગાડી, મોબાઈલ ફોન મળી 2,296,866/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે સંતરામપુર પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.