
દાહોદ, દાહોદ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ જીલ્લામાં નિર્માણ પામેલ તમામ 78 અમૃત સરોવરોના સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે યોગ કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં સ્થાનિક કક્ષાએ ગામના સરપંચઓ, તલાટીઓ, ગ્રામજનો, પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ઉત્સાહ પૂર્વક ભાગ લઇ ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.