શહેરા તાલુકાની 100 કરતાં વધારે શાળા-કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

શહેરા, શહેરા તાલુકામાં શાળા- કોલેજ સહીત 100કરતા વધુ સ્થળો પર અને એસ.જે.દવે હાઈસ્કુલ ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરા સહિત સમગ્ર જીલ્લામાં શાળા, કોલેજો તેમજ સરકારી કચેરી અને ખાનગી સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલ એસ.જે.દવે હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના ઉદ્દબોધનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિશ્ર્વ યોગ દિવસ વિશે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું લાઈવ વક્તવ્ય સાંભળવામાં આવ્યું હતું. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ લાઈવ વક્તવ્ય ઉપસ્થિત સૌએ સાંભળ્યું હતું અને યોગ શિક્ષક દ્વારા ઉપસ્થિત સૌને યોગના વિવિધ આસનો કરાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું ગાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરા પ્રાંત અધિકારી એન.કે.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી આર.એમ.માટીએડા, મામલતદાર એન.બી.મોદી, તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એસ.હઠીલા સહિતના અધિકારીઓ તેમજ વિવિધ કચેરીના કર્મચારીઓ, ધાર્મિક સંસ્થાના આગેવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.