ઝાલોદ નગરમાં સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને બી.એમ.હાઈસ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઈ

  • શરીરને માનસિક, તણાવ મુક્ત રાખવા તેમજ તંદુરસ્ત જીવન માટે યોગ જીવનનું અભિન્ન અંગ ગણાય છે.

ઝાલોદ, આજના યુગમાં વધતા માનસિક તણાવ ગ્રસ્ત જીવન તેમજ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવવા માટે યોગ જરૂરી છે. આજ રોજ તારીખ 21-06-2023 ના રોજ ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને બી.એમ. હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ યોગ દિવસની ઉજવણીમાં સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સ્ટાફ અને બી.એમ. હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓ આમંત્રિત મહેમાનો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ અન્ય આગેવાનો જોડાયા હતા.

શરીરને શારીરિક અને માનસિક રીતે મજબૂત રાખવા દર વર્ષે 21 જૂને વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાય છે. વિશ્ર્વ યોગ દિવસ સહુ પ્રથમ 21 જૂન 2015 માં મનાવવામાં આવેલ હતો આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત ભારતના વડાપ્રધાને કરી હતી. આ યોગ દિવસ વિશ્ર્વના દરેક દેશોમાં મનાવવામાં આવે છે અને યોગ થી જીવનમાં થતા ફાયદા થી લોકોને માહિતગાર કરવામાં આવે છે. નિયમિત યોગ કરતા રહેવાથી જીવનની કેટલીય ગંભીર બીમારીયોને જડ મૂળ માંથી દૂર કરી શકાય છે.