પાનેલાવ અને આસપાસના 15 ગામોમાં સી.એસ.આર.ફાઉન્ડેશન દ્વારા યોગનુંં આયોજન કરાયું

હાલોલ,આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે એલેમ્બિક સી.એસ.આર. ફાઉન્ડેશન દ્વારા પાનેલાવ અને એની આસપાસની 5 (બાસ્કા, પાનેલાવ, વાસેતિ, ગોપીપુરા, ઉજેતી) ગ્રામ પંચાયતના 15 ગામોમાં પ્રોજેક્ટ સુપોષણ અંતર્ગત સગર્ભા, ધાત્રી માતા તેમજ કિશોરીઓ, નાના બાળકોના આરોગ્ય સ્તરમાં સુધારો થાય તે હેતુથી કામ કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ સંકલિત બાળવિકાસ વિભાગ અને આરોગ્ય વિભાગની સાથે રહીને યોગા નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ ખાસ સગર્ભા, ધાત્રી, કિશોરીઓ તેમજ નાના બાળકો માટે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે યોગના મહત્વ, ફાયદાની જાણકારી આપવામાં આવી હતી.