બાલાસીનોર, બાલાસિનોર શહેરમાં 135 મી રથયાત્રા યોજાઈ. પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ગોઠવ્યો હતો. બાલાસિનોર નગરમાં તમામ વેપારીઓ એ રથયાત્રા ને વિશાળ બનાવવા જડબાસલેક બંધ રહ્યું હતું.
બાલાસિનોર નગરમાં વિશાળ રથયાત્રા યોજાઈ જેમાં બાલાસિનોર પટેલવાડા સ્થિત રણછોડરાય મંદિર ખાતે મંદિર ના પુજારી અને રથયાત્રા સમિતિ સભ્યોએ રથની પુજા કરી રથને પ્રસ્થાન કરવામાં આવ્યું. ત્યારબાદ રથયાત્રા પાંચહાટડીયા રામજી મંદિર ખાતે બીજો રથ જોડાયો જેનું પ્રસ્થાન બાલાસિનોર પૂર્વ ધારાસભ્ય અને વડોદરા પ્રભારી રાજેશભાઇ પાઠક દ્વારા રથનું પ્રસ્થાન કરાવ્યું અને સાથે સ્વમિનારાયણ મંદિરના રથ જોડાયો હતો.
બાલાસિનોર નગરના રાજમાર્ગ જય રણછોડ માખનચોરના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. બાલાસિનોરની રથયાત્રા નગરના પટેલવાડા, પાંચ હાટડીયા, ગોકુલનાથજી મંદિર, નિશાળચોક, રાજપુરી દરવાજા, ભોઇવાડા થઈ મેઈન રોડ થઈ ને અમદાવાદી ઢાળ ખાતે.