ગીર ગઢડા,
સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહૃાો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર ગઢડાના સનવાવ ગામે પણ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સનવાવ ગામને જોડતો બેઠો પુલ પાણીમાં ગરક થઈ ગયો છેપેણ નદીમાં પાણી આવક વધી રહી છે. સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખીલાવ ગામમાંથી પસાર થતો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. આથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ ૨૪ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર જિલ્લામાં ૨૪ કલાકમાં જામજોધપુર તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ૨૪ કલાકમાં જામનગર તાલુકાના વસઈ ગામે પોણા ચાર ઇંચ, ફલ્લામાં ઝાપટા, જામવંથલીમાં દોઢ ઈંચ, ધુતારપર ગામે અડધો ઈંચ અને જોડિયા તાલુકાના બાલંભામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપર અને લૈયારામાં પોણો અને અડધો ઇંચ વરસાદ, જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા અને ખરેડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં પણ અડધો ઇંચ, વાંસજાળિયામાં ત્રણ ઇંચ, ધુનડામાં બે ઇંચ અને પરડવા ગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના મોટા ખાડબા ગામે ઝાપટા વરસ્યા હતા.
સવારના ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં ભાવનગર સહિત જિલ્લામાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે પાલિતાણામાં ૭, વલ્લભીપુરમાં ૪, ઉમરાળા ૩, ભાવનગરમાં ૨, ઘોઘામાં ૨ અને જેસરમાં ૨ મિમિ વરસાદૃ વરસ્યો છે. જ્યારે તળાજામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ગારીયાધાર, મહુવા અને સિહોરમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહૃાું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુજી ડેમ ઓવરલો થતાં ભાવનગર, પાલિતાણા અને ગારિયાધાર સહિતનો પાણી પ્રશ્નહલ થયો છે અને સાથોસાથ પુરતા પ્રમાણમાં શેત્રુજી ડેમમાંથી પાણી મળવાનાકારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે. જેને લઈને ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો છે. શેત્રુજી ડેમ છેલ્લા ૪ દિવસથી ઓવરફલો થઈ રહૃાો છે. ડેમની ઉપવાસમાં વરસાદના પગલે આજે સવારથી ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની ૨૦૩૦ ક્યુસેક આવક-જાવક શરૂ છે.