ગોધરાની અનંત ઉપવન સોસાયટી ચડી ગેંગ CCTV કેમેરામાં કેદ થઈ : બંધ મકાનને તસ્કરો નિશાન બનાવ્યું.

ગોધરા શહેરના ધોળાકુવા ડી-માર્ટ અનંત ઉપવન સોસાયટી ખાતે રહેતા પરિવારના સભ્યો સાસુ-સસાની ખબર પૂછવા માટે વતન પોતાનું મકાન બંધ કરીને ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી દરવાજાનો લોકના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના ચોર ખાનામાંથી સોના-ચાંદીના દાગીના સહિત 67,000નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા. જેથી બીજા દિવસે પોતાના સાસુ-સસરાને મળીને પરત ઘર આવેલા પરિવારે ઘરમાં વેર-વિખેર સામાન જોતા તાત્કાલિક ગોધરા સ્થાનિક એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે આ સમગ્ર બનાવને લઈને સોસાયટીમાં મૂકવામાં આવેલા મેન ગેટ ઉપર CCTV કેમેરામાં બે શંકાસ્પદ ચડી ગેંગના ઈસમો કેમેરામાં કેદ થઈ ગયેલા જોવા મળ્યા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરના ધોળાકુવા ડી-માર્ટ પાછળ આવેલા અનંત ઉપવન સોસાયટીમાં રહેતા જશોદા મનોજકુમાર ભારતસિંહ પરમાર પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, ગત 18/06/23 ના રોજ પોતાના સાસુ-સસરાની ખબર જોવા માટે તેઓ અને તેમના પતિ અને બાળકો સાથે સાંજના સુમારે પોતાના ઘરના દરવાજા બંધ કરીને તાળું મારીને પોતાના વતન ગલપુર ગામે ગયા હતા. પોતાના વતનથી પરત ઘરે બીજા દિવસે આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા. ઘરમાં સામાન વેર-વિખેર હતો અને તિજોરીમાંથી સોનાની સાંકળ ભાતની એક તોલાની ચેન જેની કિંમત 40,000 હજાર, સોનાની વીંટી જેની કિંમત 20,000 અને સોનાનું પેન્ડલ ષષ્ટકોણ આકારનું જેની કિંમત 5,000 સોનાની ચુની જેની કિંમત 1000 રૂપિયા ચાંદીનો મંગલસૂત્ર તેમજ ચાંદીના મણકા જેની કિંમત 2000 મળીને 67,000ના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.