- કલાકો સુધી બેસવાથી થાય છે કમરમાં દુખાવો?
- તો આ 5 યોગાસન કરો ટ્રાય
- થશે ગજબનો ફાયદો
આજકાલની લાઈફસ્ટાઈમાં લગભગ દરેક ત્રીજા વ્યક્તિને પીઠમાં દુખાવાની સમસ્યા થઈ રહ છે. જેનું સૌથી મોટુ કારણ છે ખોટા પોસ્ચરમાં કલાકો સુધી બેસી રહેવું. આજના સમયમાં લોકો 9થી 10 કલાક સુધી ઓફિસમાં સતત બેસીને લેપટોપ પર કામ કરે છે.
એવામાં પીઠ દર્દની સમસ્યા થવી એક દમ સામાન્ય વાત છે. જો તમે પણ કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે પોતાની દિનચર્યામાં યોગને શામેલ કરવો જોઈએ. પીઠમાં દુખાવો થાય તો કયો યોગ કરવો જોઈએ? જો આ સવાલ તમારા મનમાં ઉઠે છે તો અહીં અમે તમને 5 યોગ પોઝના નામ જણાવી રહ્યા છીએ જે તમારી પીઠના દુખાવાની સમસ્યાને દૂર કરી શકે છે.
તાડાસન
જો તમે પીઠના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો તમારે તાડાસન કરવું જોઈએ. તાડાસન ઉભા થઈને કરવામાં આવે છે પરંતુ તમે કમરના દુખાવામાં તાડાસન સુઈને પણ કરી શકો છો. દુખાવાથી રાહત મેળવવા માટે તમે આ ઓછામાં ઓછુ 5 વખત કરો.
ઉષ્ટ્રાસન
પીઠનો દુખાવો દુર કરવા માટે તમે ઉષ્ટ્રાસન કરી શકો છો. ઘુટણ પર બેસીને કરવામાં આવતા આ યોગથી પીઠનો દુખાવો દુર થઈ જાય છે. આ યોગને પણ ઓછામાં ઓછુ 5 વખત કરવાનો પ્રયત્ન કરો.
સેતુબંધાસન
કમરના દુખાવાની સમસ્યાને ખતમ કરવા માટે તમે સેતુબંધાસન જરૂર કરો. સેતુબંધાસન બ્રિજની જેમ દેખાય છે. તેને કરવાથી કમરમાં મજબૂતી આવે છે.
ભુજંગાસન
ભુજંગાસનને કોબરા પોઝ આસન પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે સાથે જ પેટની ચરબી પણ ઓછી થાય છે.
ધનુરાસન
ધનુરાસનથી પીઠનો દુખાવામાં રાહત મળે છે. આમ કરતી વખતે શરીર એક ધનુષ આકારમાં જોવા મળે છે. આ આસનને પણ તમે ઓછામાં ઓછા 5 વખત જરૂર કરો.