તોફાની તેજી શેરબજારમાં : તમામ રેકોર્ડ તોડી સેન્સેકસ ઑલ ટાઈમ હાઇ.

  • બજાર ખુલ્યા બાદ એક કલાકમાં જ સેન્સેક્ટ ફરી ઓલ ટાઈમ હાઈ 
  • સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે 63,588ની સપાટીએ પહોચ્યો
  • નિફ્ટીએ પણ આજે 18 હજારની સપાટી વટાવી 

ભારતીય શેર બજારમાં આજે ઉંચાઈઓનો નવો રેકોર્ડ કાયમ કર્યો છે. શેર માર્કેટમાં આજે તોફાની તેજી જોવા મળી રહી છે. આજે સવારે માર્કેટ ખુલ્યા બાદ એક કલાકમાં જ સેન્સેક્સ ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. માર્કેટ ખૂલ્યા બાદ સેન્સેક્સ 260 પોઈન્ટના ઉછાળા સાથે અત્યાર સુધી ઓલટાઇમ રેકોર્ડ હાઇ 63,588 પર પહોંચ્યો છે. નિફ્ટી પણ આજે 18 હજારથી ઉપર છે. નિફ્ટી પણ 18,870એ પહોંચી છે. અગાઉ શેરબજારમાં નિફ્ટીનો રેકોર્ડ હાઈલેવલ 18,887.60 પર હતો, જે 1 ડિસેમ્બર 2022માં નિફ્ટીએ સ્પર્શ્યો હતો. જ્યારે સેન્સેક્સએ 63,583.07ની ઓલ ટાઇમ હાઈલેવલ બનાવ્યો હતો. 

નિફ્ટીના ઓલટાઈમ હાઈ માટે જોવાઈ રહી છે રાહ 
સેન્સેક્સએ આજે 63,583ના હાઈ લેવલને વટાવી લીધું હતું. તેણે 63,588.31ના નવા ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો હતો. હવે બજારમાં નિફ્ટીના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શવાની રાહ જોવાઈ રહી છે.  નિફ્ટીમાં આજે 18,875.90ની સપાટીને સ્પર્શી ફરી ઘટાડો દેખાયો હતો. તેણે ઓલટાઈમ હાઈ લેવલને પાર કર્યો નથી. 

મીડિયાના શેયર્સમાં જોરદાર ઉછાળો
મીડિયાના શેરોમાં 2.26 ટકાનો જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને ફાયનાન્શિયલ શેરોમાં પણ 1.05 ટકાની શાનદાર લીડ જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ શાનદાર વધારા સાથે 43,848ના લેવલ પર કારોબાર કરી રહી છે. 

આજે બજારનું ઓપનિંગ કેવું રહ્યું?
BSEના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સએ આજે 63,467.46 ના સ્તર પર કારોબારની શરૂઆત દર્શાવી હતી. આ સિવાય NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી તેજી સાથે 18,849.40ના સ્તર પર ખુલ્યો છે.