ગોધરામાં વ્યાજખોરે 5 લાખ વ્યાજે આપી વસુલાત કરી અવેજમાં લીધેલ ગાડી, ચેકો અને સોનાના દાગીના પરત નહિ કરતાં એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ.

ગોધરા,
ગોધરા ધાનકાવાડ પશુ દવાખાના સામે આવેેલ મોબાઈલની દુકાનની ઉપર રહેતા વ્યકિત પાસેથી ફરિયાદીએ 5,00,000/-લાખ રૂપીયા 5 % વ્યાજે લીધેલ હતા. સમયાંતરે 3,50,000/-લાખ રૂપીયા ચૂકેલ જ્યારે 1,50,000/-રૂપીયા બાકી હોય જેથીએ આરોપીએ ફરિયાદીના ધરે આવી ગાળાગાળી કરી દોઢ તોલાની ચેઈન, પેંડલ અવેજ પેટે પડાવી લીધેલ અને દોઢ લાખ ચુકવ્યા પછી દાગીના, ગાડી, ચેક પરત માંગતા વધારાના બે લાખ માંગી ચેક બાઉન્સ કરી કેસ કરવાની ધમકી આપતા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા ધાનકાવાડ પશુ દવાખાના સામે આવેલ મોબાઈલની દુકાન ઉપર રહેતા આત્મપ્રકાશ શ્રીચંદ બસરાણી પાસેથી સ્વપ્નીલ જયેશકુમાર શાહ એ 13/10/2021માં 5,00,000/-રૂપીયા વ્યાજે લીધા હતા. સ્વપ્નીલ શાહને વ્યાજે નાણાં અપવવા માટે કમલ શ્રીમાળીએ ભલામણ કરી હતી. વ્યાજે લીધેલ 5 લાખની અવેજમાં હોન્ડાઈ કાર અને તેની આર.સી. બુક, વીમા કાગળો, ત્રણ ચેક આપી નોટરી કરી આપેલ નોટરી કાગળોમાં વ્યાજના નાણાંનો ઉલ્લેખ કરવા દીધો ન હતો. સ્વપ્નીલ શાહે 5 % ટકાના વ્યાજે 3,50,000/-લાખ રૂપીયા ચુકવ્યા અને 1,50,000/-રૂપીયા નહિ ચુકવતા બન્ને ઈસમો આત્મપ્રકાશ બસવાણી, કમલ શ્રીમાળી ધરે આવ્યા હતા અને ગાળાગાળી કરી દોઢ તોલાની સોનાની ચેઈન, હાથીદાંતનું પેડલ અવેજમાં લઈ ગયા જેથી દોઢ લાખ રૂપીયા વ્યાજ સહિત ચુકવીને દાગીના, ગાડી અને ચેકો પરત માંગતા બીજા વધારાના બે લાખ રૂપીયા માંગ ચેક બાઉન્સ કરી કેસ કરવાની ધમકી આપી હતી. આરોપી નાણાં ધીરધારનું લાઈસન્સ નહિ હોવા છતાં ફરિયાદીને 5 %ના વ્યાજે નાણાં આપી ગેરકાયદેસર વસુલાત કરી ચેક બાઉન્સ કરાવી ધમકી આપતાં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.