પંચમહાલ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરા, ગોધરાની બે ડેરી ઉપર લેવાયેલ પનીરના સેમ્પલ ફેલ.

  • બોમ્બે ચોપાટી માંથી લેવાયેલ બદામ શેકના નમુનો ફેલ રિપોર્ટ.
  • બે ડેરી માંથી લેવાયેલ પનીરના સેમ્પલ રિપોર્ટ ફેલ આવતાં હોટલોમાં ઉપયોગ થતાં પનીરના સેમ્પલ લેવાશે ખરાં ?

ગોધરા,
પંચમહાલ જીલ્લા ગોધરા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ શહેરાની સર્વોદય ડેરી, ગોધરાની ખોડીયાર ડેરી માંથી પનીર દુધના સેમ્પ્લ લેવામાં આવ્યા હતા અને નમુના ભુજ ખાતે લેબમાં તપાસ અર્થે મોકલતા નમુના ફેલ આવતાં આવનાર દિવસોમાં ફ્રુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

ગોધરાની જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જીલ્લામાં ગોધરા અને શહેરા ખાતેથી 6 સ્થળેથી પનીર, દુધ, બદામ શેક સહિત 4 નમુના લેવામાં આવ્યા હતા. ગોધરા બોમ્બે ચોપાટી માંથી લેવામાં આવેલ બદામ શેકના નમુના તપાસ અર્થે મોકલતા રિપોર્ટ ફેલ આવ્યો. શહેરાની સર્વેાદય ડેરી માંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગોધરાની ખોડીયાર ડેરી માંથી લેવાયેલ પનીરના સેમ્પલનો રિપોેર્ટ ફેલ આવ્યો છે.

રાજ્યભરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હોટલો અને ખાણીપીણીના સ્થળે ઉપયોગમાં લેવાતા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને વડોદરા સહિત અનેક શહેરોમાં લેવાયેલ પનીરના સેમ્પલ રિપોર્ટ ફેલ આવ્યા હતા. ત્યારબાદ માંડ જાગેલ ગોધરા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગોધરા અને શહેરા માંથી 6 પનીર, દુધ, બદામ શેક સહિત નમુના લેવામાં આવ્યા હતા તે ફેલ આવ્યા છે. ગોધરા અને શહેરા ખાતેથી લેવાયેલ પનીરના સેમ્પલ રિપોર્ટ ફેલ આવ્યો છે. ત્યાર આવું ભેળસેળ યુકત પનીર ગોધરાની હોટલો અને ખાણીપીણીની લારીઓ રેસ્ટોરન્ટમાં ઉપયોગ થતો હોય છે. હોટલોમાં ઉપયોગમાં લેવાના પનીરના નમુના લેવામાં આવે તે જરૂરી છે. કારણ કે, પનીરની આઈટમોનો નામે હજારો કિલો પનીર ઉપયોગ થતું હોય જો આ પનીર ભેળસેળ યુકત હોય તો લોકોના આરોગ્યને નુકશાનકારક છે. જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગોધરા અને શહેરાની ડેરી ઉપરથી લેવાયેલ પનીરના નમુના રિપોર્ટ ફેલ આવ્યો છે. ત્યારે ગોધરામાં પનીરનું વેચાણ કરતાં દુધના ધંધાદારીઓને ત્યાંથી નમુના લેવામાં આવે તે જરૂરી છે.ગોધરા પંચામૃત ડેરી માંથી 6 મે નારોજ પનીર અને દુધ સહિતની આઈટમોના લેવામાં આવેલ સેમ્પલોના રિપોર્ટ આવ્યો નથી.